નબળી ઓફર:અદાણી જૂથની ACC માટેની ઓપન ઓફરને નબળો પ્રતિસાદ

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અદાણી જૂથની સ્વિસ કંપની હોલસિમની બે ભારતીય લિસ્ટેડ કંપની ACC લિમિટેડ અને અંબુજા સિમેન્ટમાં વધુ 26 ટકા હિસ્સાને હસ્તગત કરવાની રૂ. 31,000 કરોડની ઓપન ઓફરને શેરધારકો તરફથી નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. શુક્રવારે આ ઓપન ઓફર બંધ થઇ હતી.

ACC લિમિટેડ દ્વારા નિયમનકારી ફાઇલિંગ અનુસાર, 4.89 કરોડની ઓફર સામે 1 વાગ્યા સુધીમાં 40.51 લાખ ઇક્વિટી શેર્સને ટેન્ડર કરવામાં આવ્યા હતા. જે માત્ર 8.28 ટકા હતા.

જ્યારે અંબુજા સિમેન્ટ માટે માત્ર 1.35 ટકા શેર્સ ટેન્ડર થયા હતા. જ્યારે બપોર સુધીમાં 51.63 કરોડ શેર્સની ઓરીજીનલ ઓફર સામે 6.97 લાખ શેર્સ એસ્ક્રો ડિમેન્ટ એકાઉન્ટમાં ટેન્ડર થયા હતા. બંને કંપનીઓ માટે 26 ઓગસ્ટ, 2022ના રોજ ઓપન ઓફર શરૂ થઇ હતી.

મે મહિનામાં અદાણી જૂથે ACC માટે શેર દીઠ રૂ. 2,300 તેમજ અંબુજા સીમેન્ટ માટે શેરદીઠ રૂ.385ની ઓપન ઓફર કરી હતી જે અંતર્ગત હોલસિમ લિમિટેડના ભારતીય વેપારના હિસ્સાને 10.5 અબજ ડોલરમાં ખરીદવાનો પ્રસ્તાવ હતો.

અન્ય સમાચારો પણ છે...