તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુધારા અંગે આશાવાદ:નીતિ આયોગે કહ્યું- નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં અર્થતંત્ર પ્રી-કોવિડ લેવલ સુધી પહોંચી જશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બેન્કિંગ સેક્ટરમાં પરિવર્તન અંગે રાજીવ કુમારે કહ્યું કે આ સેક્ટરમાં વિસ્તરણની સાથે સ્પર્ધાત્મકતા પણ જરૂરી છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
બેન્કિંગ સેક્ટરમાં પરિવર્તન અંગે રાજીવ કુમારે કહ્યું કે આ સેક્ટરમાં વિસ્તરણની સાથે સ્પર્ધાત્મકતા પણ જરૂરી છે- ફાઈલ ફોટો
 • રાજીવ કુમારે કહ્યું- ચાલુ નાણાકીય વર્ષ (2020-21)માં GDPમાં ઘટાડો 8 ટકાથી ઓછો રહેવાની શક્યતા
 • સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે 2.10 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના ધરાવે છે

ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ 2021-22ના અંત ભાગ સુધીમાં પ્રી-કોવિડ લેવલ સુધી પહોંચી શકે છે. રવિવારે નીતિ આયોગના ચેરમેન રાજીવ કુમારે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં GDP માં ઘટાડો 8 ટકાથી ઓછો રહેવાનો અંદાજ છે. આ અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ચાલુ નાણાકીય વર્ષ (2020-21)એ GDPમાં ઘટાડાનો અંદાજ બદલીને -7.5 ટકા કર્યો છે, જે અગાઉ -9.5 ટકા હતો.

પોઝિટિવ ગ્રોથનો અંદાજ
આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથના અંદાજ અંગે રાજીવ કુમારે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22ના અંત ભાગ સુધીમાં દેશનો GDP કોરોના પૂર્વેના સ્તર સુધી પહોંચી જવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષમાં તે 8 ટકાથી ઓછો ઘટાડો નોંધાવી શકે છે. કારણ કે, અર્થતંત્રમાં અપેક્ષા કરતા વધારે ઝડપથી રિકવરી જોવા મળી રહી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સારી ઝડપને પગલે GDPમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મોટાભાગના અનુમાનમાં GDPમાં 10 ટકાનો ઘટાડો થવાની શક્યતા હતી. પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP 23.9 ટકા નીચે આવી ગયો હતો.

રૂપિયા 2.10 લાખ કરોડ એકત્રિત કરવાની યોજના
એજન્સી સાથેની વાતચીતમાં રાજીવ કુમારે કહ્યું કે એસેટ મોનેટાઈઝેશન અંગે અમે સતત કામ કરી રહ્યા છીએ. અને ટૂંક સમયમાં જ એસેટ મોનેટાઈઝેશનના લક્ષ્યાંકને હાંસલ કરી લેશું. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે રૂપિયા 2.10 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કરવાની યોજના પર કામ કરી રહી છે. તે હેઠળ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાસિસ (CPSE)ની ભાગીદારીનું વેચાણ કરી રૂપિયા 1.20 લાખ કરોડ અને નાણાકીય સંસ્થાઓમાં સરકારી હિસ્સેદારીનું વેચાણ કરી રૂપિયા 90 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કરવાની યોજનાનો સમાવેશ થાય છે.

બેન્કિંગ સેક્ટરમાં ફેરફાર કરવાની આવશ્યકતા
બેન્કિંગ સેક્ટરમાં ફેરફાર કરવા અંગે તેમણે કહ્યું કે આ સેક્ટરમાં વિસ્તરણ સાથે સ્પર્ધાત્મકતાની પણ જરૂર છે. કારણ કે, ભારતના ડેટ ટુ GDP ના રેશિયોમાં 50 ટકાનું અંતર છે. તે અન્ય ઈમર્જીંગ ઈકોનોમીમાં 100 ટકા કરતા વધારે છે. આ સંજોગોમાં પ્રાઈવેટ ડેટ વધારવાની જરૂર છે. આ ત્યારે થશે કે જ્યારે બેન્કિંગ સેક્ટરમાં વિસ્તરણ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર એગ્રી સેક્ટરમાં કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપી રહી છે. તેનાથી વાતાવરણ સાથે ખેડૂતોની આવક પર પણ હકારાત્મક અસર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો