મંદીનો સંકેત:દેશમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ અટકતા મે માસમાં PMI ઘટી 50.8

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બીજી લહેરમાં આંશિક લૉકડાઉન ઇફેક્ટ

કોવિડ-19 ક્રાઈસિસના કારણે દેશની મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિવિધિઓમાં ઉલ્લેખનીય ઘટાડો જોવા મળ્યો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયા દ્રારા રજૂ દેશનો મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) મેમાં 50.8 પોઈન્ટ નોંધાયો છે. જે એપ્રિલમાં 55.5 હતો. કોવિડ-19ની બીજી લહેરમાં વધતા કેસોના પગલે દસ માસમાં કંપનીઓના ઉત્પાદન અને નવા પ્રોજેક્ટના કામકાજ સૌથી વધુ મંદ પડ્યા છે. જો કે, 50થી વધુ પોઈન્ટ ઉદ્યોગોમાં વિસ્તરણ જ્યારે 50થી નીચે પોઈન્ટ મંદીનો સંકેત આપે છે.

આઈએચએસ માર્કિટના ઈકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલિઆન્ના ડી લીમાએ જણાવ્યુ હતુ કે, કોવિડના વધતા કેસોના પગલે સ્થાનિક સ્તરે લોકડાઉન તેમજ આંશિક પ્રતિબંધો લાદતા મેમાં વેચાણો, ઉત્પાદનો, તેમજ રો મટીરીયલ્સની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે દસ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. જો કે, અગાઉ ગતવર્ષે લાગૂ લોકડાઉનની તુલનાએ આ વર્ષે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઓછુ નુકસાન થયુ છે. એકંદરે ઉત્પાદન ગતિવિધિઓ દસ માસના તળિયે પહોંચતાં ઉદ્યોગોમાં રોકાણોમાં ઘટાડો થશે તેમજ નોકરીઓ જોખમમાં મુકાવાની ભીતિ છે. ઉત્પાદન માટેનો બિઝનેસ કોન્ફિડન્સ મહામારીના લીધે ઘટ્યો છે.

આરબીઆઈ વ્યાજના દરો જાળવી રાખશે
દેશનુ અર્થતંત્ર વૈશ્વિક મહામારીના કારણે ગત નાણાકીય વર્ષમાં 7.3 ટકા સુધી ઘટ્યુ છે. આરબીઆઈની દ્વિમાસિક મોનેટરી પોલિસીની બેઠક 4 જૂનના રોજ યોજાશે. જેમાં નિષ્ણાતો અનુસાર, મહામારી વચ્ચે ઈકોનોમિક આઉટલુક અંગે અનિશ્ચિતતાઓ યથાવત્ત રહી છે. ફુગાવોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જેને જોતાં આરબીઆઈની મોનેટરી પોલિસી વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ વ્યાજના દરો જાળવી રાખશે.

અન્ય સમાચારો પણ છે...