ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગથી ઈ-વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી(e-RUPI) લોન્ચ કર્યું છે. ઈ-રૂપી એક પ્રીપેડ વાઉચર છે, જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ વિકસિત કર્યું છે. એના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે. સરકારના જણાવ્યા મુજબ, એના દ્વારા યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદ મળશે. અમે અહીં તમને એના ફાયદા વિશે જણાવી રહ્યા છે.
તેનાથી વધશે ટ્રાન્સપરન્સી
આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ ડિજિટલ ગવર્નન્સને નવું રૂપ આપી રહ્યો છે. સરકારના આ પગલાથી ટ્રાન્સપરન્ટ અને લીક પ્રુફ ડિલિવરીમાં મદદ મળશે. કોઈની સારવાર કે અભ્યાસમાં મદદ કરવાની છે તો કેશની જગ્યાએ ઈ-રૂપીથી કરી શકાશે. તેનાથી ખ્યાલ આવશે કે પૈસા યોગ્ય જગ્યા વાપરવામાં આવ્યા છે કે કેમ.
બુક માટે પૈસા મોકલ્યા છે તો તેનાથી બુક ખરીદવામાં આવી છે કે નહિ તે ઈ-રૂપીથી ખ્યાલ આવી જશે. સમયની સાથે તેમાં બીજી વસ્તુઓ પણ એડ કરવામાં આવશે. ઈ-રૂપી એક રીતે પર્સનની સાથે-સાથે પરપઝ પેસેફિક પણ છે.
ટેક્નોલોજીને ટુલના રૂપમાં દેખી રહ્યાં છે
શરૂઆતમાં ટેક્નોલોજી વિશે દેશમાં એવી વ્યાખ્યા હતી કે ભારત તો ગરીબોનો દેશ છે, ટેક્નોલોજી તો માત્ર અમીરોની ચીજ છે, આ કારણે ભારતમાં ટેક્નોલોજીનું શું કામ છે? જ્યારે આપણી સરકાર ટેક્નોલોજીનું મિશન બનાવવાની વાત કરતી હતી તો ઘણા રાજકારણીઓ, કેટલાક ખાસ એક્સપર્ટ્સ આ અંગે સવાલ કરતા હતા. આજે દેશે આ લોકોની વિચારશરણીને નકારી છે અને ખોટી સાબિત કરી છે. આજે દેશના વિચાર અલગ અને નવા છે. આજે આપણે ટેક્નોલોજીને ગરીબોની મદદ અને તેમની પ્રગતિના એક ટૂલના રૂપમાં જોઈ રહ્યાં છે.
પીએમ સ્વનિધિ યોજનાથી 23 લાખથી વધુ લોકોને મદદ મળી
અમારી સરકારે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી. આજે દેશના નાના-મોટા શહેરોમાં 23 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડરોને આ યોજનાઓ અંતર્ગત મદદ મળી છે. આ કોરોનાકાળમાં લગભગ 2300 કરોડ રૂપિયા રૂપિયા તેમને આપવામાં આવ્યા છે.
આનાથી થશે આ 9 ફાયદા
1. આ એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ રીત છે.
2. એ સેવા આપનાર અને લેનારને સીધી રીતે જોડે છે.
3. એનાર્થી સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને મળશે. એનાથી ભ્રષ્ટાષ્ટ્રાચાર ઘટશે.
4. એ એક QR કોડ કે SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયરેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે.
5. આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ કે ઈન્ટરનેટ બેન્કિંગ વગર પણ વાઉચરને રિડીમ કરી શકશે.
6. e-RUPI દ્વારા સરકારી યોજનાઓ સાથે જોડાયેલા વિભાગ કે સંસ્થાન વગર ફિઝિકલ કોન્ટેક્ટ ડાયરેક્ટ લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઈડર સાથે જોડાયેલા રહેશે.
7. એમાં એ પણ ખાતરી કરાશે કે લેવડદેવડ પૂરી થયા પછી જ સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ કરવામાં આવે.
8. પ્રીપેડ હોવાને કારણે એ કોઈપણ મધ્યસ્થીને સામેલ કર્યા વગર સર્વિસ પ્રોવાઈડરને સમયે પેમેન્ટ કરે છે.
9. આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ પ્રાઈવેટ સેક્ટરમાં પોતાના એમ્પ્લોયીના વેલ્ફેર અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો માટે પણ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.