તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • PM Modi To Visit Zydus Plant To Check Corona Vaccine Development, Phase 3 Clinical Trial Will Start In December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક્ટ ચેક:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લેશે પણ વેક્સિનની કોઈ જાહેરાત નહિ થાય, રસીનો ત્રીજો તબક્કો ડિસેમ્બરમાં શરુ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાયડસની કોવિડ વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે તે પ્લાન્ટની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી
  • રસી વિકસાવવા સાથે કંપની વેક્સિનના ઉત્પાદન માટે પણ એક પ્લાન્ટ બનાવી રહી છે

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને તેવામાં 'સ્વદેશી' કોરોના વેક્સિનની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હવે દેશમાં બની રહેલી કોવિડ રસીની જાણકારી મેળવવા માટે રસી બનાવતી કંપનીઓની મુલાકાત લેવાના છે. કોરોનાની એક રસી ગુજરાતમાં ઝાયડસ દ્વારા પણ તૈયાર થઇ રહી છે અને પ્રધાનમંત્રી ટૂંક સમયમાં તેની પણ વિઝીટ કરશે. આ વાતને લઈને સોશિયલ મીડિયા અને લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, ગુજરાતમાં આવીને નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનની જાહેરાત કરશે.

ઝાયડસની વેક્સિનનું ફેઝ-3 ટ્રાયલ ડિસેમ્બરમાં શરુ થશે
કંપનીના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ઝાયડસના પ્લાન્ટની મુલાકાત કરશે અને કોરોના વેક્સિનના ફેઝ-2ના પરિણામોનું નિરીક્ષણ કરશે. કંપની સુત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ડિસેમ્બરમાં શરુ કરવામાં આવશે. આ તબક્કો ખુબ જ અગત્યનો માનવામાં આવે છે.

વેક્સિનના ઉત્પાદન માટેની તૈયારીઓ શરુ
ઝાયડસ કોરોનાની વેક્સિન વિકસાવવાની સાથે સાથે તેનું ઉત્પાદન પણ શરુ કરવા ઉપર કામ કરી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કંપની તેના એક પ્લાન્ટમાં જ 10 કરોડ ડોઝ બની શકે તેવો પ્લાન્ટ પણ બનાવી રહી છે.

અમદાવાદમાં ભારત બાયોટેકની રસીનું પરીક્ષણ ચાલુ
ગુજરાતમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસિન ટ્રાયલ માટે લાવવામાં આવી છે, જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવારે સુધી રોજ સવારે 10થી 1માં અપાશે. આ અંગે સોલા સિવિલમાં વેક્સિન માટે બનાવેલી કમિટીનાં ડો. પારુલ ભટ્ટે જણાવ્યું હતું કે આજે 5 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જે આગામી દિવસમાં રોજની 25 વેક્સિન સુધી આપવાની અમારી તૈયારી છે.

વધુ વિગતો અહી વાચો... પહેલા દિવસે એક મહિલા સહિત પાંચ લોકોએ લીધી વેક્સિનની ટ્રાયલ, દિવ્યભાસ્કરને કહ્યું - સમાજના હિત માટે ભાગ લેવો જોઈએ

ઝાયડસે ઓગસ્ટથી ફેઝ-2 શરુ કર્યું હતું
કંપનીએ ફેઝ-1ના સફળ પરિક્ષણ બાદ બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરુ કર્યું હતું અને ફેઝ-2માં કંપનીએ ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાની જાહેરાત કરી હતી. વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે.

પ્રી-ક્લીનીકલ ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા
ઝાયડસને કોરોનાની વેક્સિનનું ઉંદર, ગીનીપીગ્સ અને સસલા પર ટ્રાયલ કર્યું હતું જેમાં વેક્સીનને ખૂબ જ સારો ઈમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે. કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન કેન્ડિડેટની ક્લિનિકલ GMP બેચીસનું પ્રોડક્શન પહેલાથી જ શરુ કરી દિધેલું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser