તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હાઈટ V/S યેલો:પ્લેટિનમ 1220 ડોલરની રેકોર્ડ સપાટી પર બિટકોઇન અસરે સોના-ચાંદીમાં તેજી અટકી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બિટકોઇન રેકોર્ડ સ્તરે પહોંચતા હેજફંડો ફરી સક્રિય બન્યા, ચાંદી ઘટી 27 ડોલર નજીક

યેલો ગોલ્ડનું સ્થાન વ્હાઇટ ગોલ્ડ લઇ રહ્યું છે. સોના કરતા પ્લેટિનમમાં ઝડપી તેજી જોવા મળી છે. પ્લેટિનમ વધુ 40 ડોલર ઉછળી 1220 ડોલરની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે. બૂલિયન એનાલિસ્ટોના મતે સોના-ચાંદીની તુલનાએ વર્ષ દરમિયાન પ્લેટિનમ તથા પેલેડિયમમાં સારા રિટર્નનો આશાવાદ છે. છેલ્લા ચાર-પાસ માસથી સોના-ચાંદીમાં બે તરફી વોલેટાલિટી જોવા મળી રહી છે. જ્યારે પ્લેટિનમ દિવાળી બાદ સરેરાશ 200 ડોલરથી વધુ મજબૂત થયું છે.

2021 અંત સુધીમાં પ્લેટિનમ ઉંચકાઇ 1300-1370-1430 ડોલર સુધી જઇ શકે તેવો નિર્દેશ બૂલિયન એનાલિસ્ટો કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નજીવી રેન્જમાં અથડાઇ 1840 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે અમદાવાદ ખાતે સોનું 100ના વધારા સાથે 49800 બોલાઇ રહ્યું છે જ્યારે વૈશ્વિક ચાંદી 28 ડોલરની નજીક પહોંચ્યા બાદ ઘટી 27.20 ડોલર ક્વોટ થતા અમદાવાદ ખાતે ઝડપી 1500 ઘટી 69000 ક્વોટ થઇ રહ્યું છે.

નવી દિલ્હી ખાતે સોનું ઘટી 47576 અને ચાંદી 783ના ઘટાડા સાથે રૂ.68884 બોલાઇ રહી છે. વાયદામાં ભાવ નજીવી રેન્જમાં અથડાઇ ગયા હતા. એમસીએક્સ સોના-ચાંદીના વાયદાઓમાં કુલ 74677 સોદાઓમાં રૂ.4347.35 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48000 ખૂલી, ઊપરમાં રૂ.48139 અને નીચામાં રૂ.47926 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.6 વધીને રૂ.47954 બંધ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.69940 ખૂલી, ઊપરમાં રૂ.69948 અને નીચામાં રૂ.69352 ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.281 ઘટીને રૂ.69415 બંધ રહ્યો હતો.

વ્હાઇટ ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ વધી
જ્વેલરી ખરીદનાર વર્ગમાં હવે યેલો ગોલ્ડના બદલે વ્હાઇટ ગોલ્ડ પ્લેટિનમની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. સોના કરતા પ્લેટિનમ જ્વેલરીની કિંમત નીચી અને આગળ જતા સારા રિટર્નનો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે. આ ઉપરાંત ચાંદીના ઘરેણાની માગ પણ સતત વધી રહી છે. જ્વેલરી માર્કેટમાં લગ્નગાળાના કારણે ડિમાન્ડ ખુલી છે. ભાવ ઘટ્યાં હોવાથી એક ગ્રામથી 10 ગ્રામના સોનાના સિક્કામાં રોકાણકારોની એન્ટ્રી થઇ છે. સોના-ચાંદી સાથે પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. પેલેડિયમ 2351 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. સોનામાં પણ રોકાણ લાંબાગાળે વળતરદાયી સાબીત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો