તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી અને ચીન સાથેના જિયો પોલિટીકલ ઇશ્યુના કારણે કેન્દ્ર સરકારી આત્મનિર્ભર ભારતનું અભિયાન છેડ્યું છે પરંતુ કાચો માલ બનાવતી કંપનીઓએ તેનો ગેરલાભ ઉઠાવી રહી છે. પ્લાસ્ટિક, કોરૂગેટેક ઉત્પાદક, ફાર્મા કંપની તથા અન્ય સેક્ટર કે જે કાચા માલની આયાત પર નિર્ભર છે પરંતુ આયાત અટકતાની સાથે જ દેશની કંપનીઓએ છેલ્લા છ માસમાં ભાવ બે થી ત્રણ ગણા વધારી દીધા છે જેના કારણે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડી રહ્યો છે.
પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટું નુકસાન છે. ગુજરાતમાં અંદાજે 15000થી વધુ નાના-મોટા પ્લાસ્ટીક મેન્યુફેક્ચર્સ કંપનીઓ છે જેનું વાર્ષિક ટર્નઓવર 1.5 લાખ કરોડથી વધુનું છે. કાચામાલની કિંમતો વધતા છેલ્લા છ માસમાં ઉદ્યોગને સરેરાશ 25000 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું છે. જ્યારે 30 ટકાથી વધુ ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજન પર ચાલી રહી છે. જો સરકાર કાચા માલની કિંમતો વૃદ્ધિને નહિં અટકાવે તો અનેક ઇન્ડસ્ટ્રીઝ બંધ થઇ જશે, બેરોજગારી વધશે.
પ્લાસ્ટિક ઉત્પાદકો અને પ્રોસેસરોએ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં અયોગ્ય રીતે કરાતી નફાખોરી રોકવા માટે નિયામક સ્થાપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગણી કરી છે. સંગઠને પડી ભાંગવા આવેલા આ ઉદ્યોગને બચાવી લેવા માટે તુરંત પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં પીવીસી, એબીએસ, પોલીપ્રોપાયલીન, પીસી, પીઈટી જેવા કાચા માલોની કિંમતો 20 અને 140 ટકા વચ્ચે વધી છે.
ઘરઆંગણાના પેટ્રોકેમિકલ ઉત્પાદકો વિદેશના ઉત્પાદકોની ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સમાં પડતા હોવાથી ઘરઆંગણાની કંપનીઓ દ્વારા કિંમતોમાં ગમે ત્યારે બદલાવ કરી રહી છે. કાચા માલોના ઉત્પાદકો મોટી માત્રામાં કાચા માલોની નિકાસ કરે છે અને પોલીમર કાચા માલોની તંગી સર્જે છે.
આત્મનિર્ભરનું સપનું સપનું જ બની રહેશે...!! , આયાતને વેગ મળશે
ચીન જેવા દેશમાંથી પ્લાસ્ટિક્સ ઈન્ટરમિજિયેટ અને ફિનિશ્ડ માલોની વધતી આયાતનો વધતો ખતરો ભારતને આત્મનિર્ભર બનાવવાના ધ્યેયને સિધ્ધ થવા દેશે નહિં. કાચા માલોની કિંમતમાં વધારાને લીધે ભારતીય પ્લાસ્ટિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ વૈશ્વિક બજારમાં ઉચ્ચ સ્પર્ધાત્મક બન્યાં હોવાથી ભારતમાંથી નિકાસને મોટો ફટકો પડશે. ભારતીય પ્લાસ્ટિક માલોના નિકાસકારો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા નહીં કરી શકશે, કારણ કે પોલીમરની કિંમતો ભારતની તુલનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં 10-15 ટકા સસ્તી છે. > અરવિંદ મહેતા, ચેરમેન ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસો. ગવર્નિંગ કાઉન્સિલ
ગુજરાતના 3000થી વધુ ઉદ્યોગો મુશ્કેલીમાં, ગમે ત્યારે બંધ થઇ શકે
પ્લાસ્ટીક મેન્યુફેક્ચર્સના 3000 યુનિટ કાચા માલની ઉંચી કિંમતોના કારણે વેપાર સમેટી લેવાની ફિરાકમાં છે. ગુજરાતના આ ઉદ્યોગને 25000 કરોડથી વધુની નુકસાની પહોંચી છે. જો સરકાર દ્વારા કાચામાલ ઉત્પાદક કંપનીઓ પર ભાવનું નિયંત્રણ મુકવામાં નહિં આવે તો ઇન્ડસ્ટ્રીઝને મોટી નુકસાની પહોંચશે. > શૈલેષ પટેલ, પ્રમુખ- ગુજરાત સ્ટેટ પ્લાસ્ટીક મેન્યુફેક્ચર્સ એસોસિએશન
ઇન્ડસ્ટ્રીઝને ઉગારવા આટલું આવશ્યક
પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાકવા અને ચીન જેવા અન્ય દેશો સાથે સ્પર્ધાત્મક રાખવા માટે એન્ટી- ડમ્પિંગ ડ્યુટી લાદવાનું બંધ કરવા, ફરજિયાત બીઆઈએસ ધોરણો, કાચા માલો પર આયાતવેરો ઘટાડવા અને દેશમાંથી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મુકવાની પણ આ સાથે માગણી કરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.