વિસ્તરણ / પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સે વડોદરા અને સુરતમાં શાખાઓ ખોલી

Piramal Capital & Housing Finance Expands its Presence in Gujarat

  • કંપની ચાલુ વર્ષે દેશના અન્ય 5 શહેરોમાં વિસ્તરણ કરશે
  • બજાર અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ લોનની ત્રણ કેટેગરી

divyabhaskar.com

May 16, 2019, 04:40 PM IST

અમદાવાદ: પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (PCHFL)એ આજે વડોદરા અને સુરતમાં બે નવી શાખાઓ શરૂ કરવાની સાથે ગુજરાતમાં એની હાઉસિંગ ફાઇનાન્સિંગ કામગીરીઓનાં વિસ્તરણની જાહેરાત કરી હતી. ઓક્ટોબર, 2018માં કંપનીએ અમદાવાદ શાખા સાથે ગુજરાતમાં એની રિટેલ કામગીરી શરૂ કરી હતી અને ટૂંકા ગાળામાં રૂ. 75 કરોડથી વધારે હોમ લોનની મંજૂરી આપી છે. કંપની એની હાઉસિંગ ફાઇનાન્સ ઓફર અંતર્ગત આ બજારોમાં હોમ લોન્સ, પ્રોપર્ટી સામે લોન અને ઓછી રકમનું નિર્માણ ધિરાણ પ્રદાન કરશે.

વડોદરા અને સુરતમાં હોમ લોન્સમાં માગ વધી છે
પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર ખુશરુ જિજિનાએ કહ્યું હતું કે, ગુજરાતનું ડાયનેમિક અને સેગમેન્ટેડ રિયલ એસ્ટેટ બજાર અમારી વૃદ્ધિ યોજનાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. વડોદરા અને સુરતમાં શાખાઓની શરૂઆત અમારી કામગીરી વધારવાની વ્યૂહરચનાને અનુરૂપ છે, જ્યાં રિયલ એસ્ટેટ અને હોમ લોન્સમાં માગ વધી છે. અત્યારે હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ કંપનીની સંપૂર્ણ લોન બુકમાં 10% પ્રદાન કરે છે, જે માર્ચ, 2020 સુધીમાં 15-18% થવાની અપેક્ષા છે.

કંપનીની હાઉસિંગ ફાઇનાન્સ લોન બૂક રૂ. 5,200 કરોડથી વધુ
કંપનીનો હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ મુંબઈ, નવી દિલ્હી, પૂણે, બેંગાલુરુ, નાશિક, અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ અને હવે વડોદરા અને સુરતમાં ફેલાયેલો છે. એની શરૂઆતથી અત્યાર સુધી હાઉસિંગ ફાઇનાન્સ લોનની સંપૂર્ણ બુક 31 માર્ચ, 2019 સુધી રૂ. 5,200 કરોડને આંબી ગઈ હતી. આગળ જતાં આગામી 6થી 9 મહિનામાં કંપનીએ એની કામગીરી જયપુર, નાગપુર, નવી મુંબઈ, પાલવ અને ઇન્દોરમાં વધારવાની યોજના બનાવી છે.

X
Piramal Capital & Housing Finance Expands its Presence in Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી