આવકમાં ગતિ:ફાર્મા ક્ષેત્રેની કંપનીઓની આવકો 7થી 9 ટકાના દરે વધશે: ઈકરા

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયો નબળો પડતાં US-યુરોપિયન બજારોમાં ગ્રોથ પર અસર

દેશની ટોચની ફાર્મા કંપનીઓની આવકો ચાલુ નાણાકીય વર્ષમાં 7થી 9 ટકાના દરે વધવાનો આશાવાદ રેટિંગ એજન્સી ઈકરાએ વ્યક્ત કર્યો છે. કોવિડ-19 મહામારીના લીધે ફાર્માસ્યુટીકલ્સ પ્રોડક્ટ્સની સતત વધતી માગ અને લો બેઝના પગલે ફાર્મા કંપનીઓની આવકોને વેગ મળશે.

ઈકરાના વાઈસ પ્રેસિડન્ટ અને સેક્ટર હેડ ગૌરવ જૈને જણાવ્યુ હતુ કે, 21 કંપનીઓમાં 2021-22 દરમિયાન આવકો 7-9 ટકા અને 2022-23માં 8-11 ટકા વધવાનો અંદાજ મૂક્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં સ્થાનિક માર્કેટમાં આવકો 6-8 ટકા જ્યારે અમેરિકી બિઝનેસમાં 5-7 ટકા અને યુરોપિયન બિઝનેસમાં 8-10 ટકા વધવાનો આશાવાદ છે. જો કે, ડોલર, પાઉન્ડ અને યુરો સામે રૂપિયો નબળો પડતાં એમેરિકી અને યુરોપિયન બજારોમાં ગ્રોથ પર અસર થઈ છે.

આ ઉપરાંત મજબૂત ઉત્પાદન, નીચા લિવરેજ સ્તરો, મજબૂત લિક્વિડિટી પ્રોફાઈલના કારણે ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રી માટેનો ક્રેડિટ આઉટલુક સ્થિર આપ્યો છે. ઉંચા મૂડી ખર્ચ અને આરએન્ડડી ખર્ચાઓ વધુ હોવા છતાં ફાર્મા સેક્ટરનો ગ્રોથ વધશે. વધુમાં લિક્વિડિટી પ્રોફાઈલ પણ અનુકૂળ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ના લીધે ગત નાણાકીય વર્ષથી દવાઓની માગ સતત વધી છે. તેમજ ચીનમાંથી ઈનપુટ મટિરિયલ્સની આયાતો પુન: શરૂ થતાં ભારતીય ફાર્મા કંપનીઓની કામગીરી વેગવાન બની છે. ઈકરાએ 21 ફાર્મા કંપનીઓનો રેવન્યુ ગ્રોથ 2020-21માં 5.8 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...