તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Petrol Was Expected To Be Cheaper By Rs 30, But Sushil Modi's Statement Dashed Hopes For 8 10 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST પર સરકારનો યુ-ટર્ન:પેટ્રોલ રૂપિયા 30 સસ્તુ મળે તેવી શક્યતા હતી, પણ સુશીલ મોદીના નિવેદનથી 8-10 વર્ષ માટે આશા તૂટી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો પેટ્રોલ-ડીઝલ અડધી કિંમત પર મળવા લાગે તો તેનાથી વિશેષ ખુશીની કઈ વાત હોઈ શકે છે. જો પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવામાં આવે તો આ બાબત સાકાર થઈ શકે છે. જોકે, બુધવારે ભાજપ નેતા સુશીલ મોદીએ રાજ્યસભામાં એક મોટું નિવેદન આપી આ આશા પર 8-10 વર્ષ માટે પાણી ફેરવી દીધુ છે.

સુશીલ મોદીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવું 8થી 10 વર્ષ સુધી શક્ય નથી. જો GST હેઠળ તે લાવવામાં આવે તો રાજ્યોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોની તિજોરીમાં રૂપિયા 5 લાખ કરોડ આવે છે. આ નિવેદન નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તરફથી પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાં રાહત આપવાની આશાને ખતમ કરાનાર છે. સીતારમણે મંગળવારે કહ્યું હતું કે GST કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલ GST હેઠળ લાવવાની ચર્ચા થશે.

પેટ્રોલ રૂપિયા 75 અને ડીઝલ રૂપિયા 68 લીટર દીઠ શક્ય
SBIના અર્થશાસ્ત્રીઓ તરફથી આવેલા અહેવાલ પ્રમાણે જો પેટ્રોલ અને ડીઝલને GST અંતર્ગત લાવવામાં આવે છે તો દેશમાં પેટ્રોલની કિંમત રૂપિયા 75 અને ડીઝલની કિંમત રૂપિયા 68 થઈ શકે છે. એટલે કે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 15થી 30 અને ડીઝલમાં પ્રતિ લીટર 10થી 20 રૂપિયા ઘટાડો થઈ શકે છે.

SBIના અહેવાલ પ્રમાણે GST લાગૂ થયા બાદ ક્રુડ ઓઈલની કિંમત પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો કેટલી રહેશે તે અંગે અંદાજ મુકવામાં આવે તો જો ક્રુડની પ્રતિ બેરલ 60 ડોલર છે તો પેટ્રોલ રૂપિયા 75 અને ડીઝલ રૂપિયા 68 પ્રતિ લીટર ભાવથી મળશે. અત્યારે ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 63 ડોલર છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની કિંમત ગગડી
કોરોનાની અસર ક્રુડ ઓઈલની કિંમત પર થઈ છે. આશરે છ સપ્તાહ બાદ બ્રેંડ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 60 ડોલર આસપાસ આવી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં ક્રુડની ઓઈલની કિંમતમાં 11 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ગયા વર્ષની તુલનામાં માર્ચ,2020માં ક્રુડની કિંમત પ્રતિ બેરલ 25 ડોલર થઈ હતી, જે અત્યારે 63 ડોલર પ્રતિ બેરલ છે.

અત્યારે કેવી રીતે નક્કી થઈ રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમત
વર્તમાન વ્યવસ્થામાં દરેક રાજ્ય તેના હિસાબ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસુલ કરે છે. કેન્દ્ર પણ પોતાની ડ્યુટી અને સેસ અલગથી વસુલ કરે છે. પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઈઝ અત્યારે આશરે 32 રૂપિયા છે. તેની ઉપર કેન્દ્ર સરકાર 33 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વસુલે છે. ત્યારબાદ રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ લાગે છે. તેનાથી તેની કિંમતનો બેઝ પ્રાઈઝથી 3 ગણી વધી ગઈ છે.

દિલ્હી અને મહારાષ્ટ્રની માંગ
દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની માંગ કરી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારે કહ્યું છે કે તેનાથી રાજ્ય સરકારો સાથે કેન્દ્રને પણ લાભ થશે. પેટ્રોલની કિંમત રૂપિયા 100 ઉપર જવાથી લોકો ઘણા પરેશાન છે. જ્યારે મોંઘા ડીઝલ ટ્રાન્સપોર્ટ સહિત અન્ય જરૂરી સેવાઓની કિંમત વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

GST અંગે રાજકીય નેતાઓના નિવેદન
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે GST કાઉન્સિલની ભલામણ જરૂરી છે. અત્યાર સુધીમાં કાઉન્સિલ તરફથી આવી કોઈ ભલામણ મળી નથી. કોઈ ચીજવસ્તુ પર GST લગાવવો કે હટાવવો તેની જવાબદારી GST કાઉન્સિલની છે. GST કાઉન્સિલ દેશના નાણાં મંત્રીના વડપણ હેઠળ નિર્ણય લે છે,જેમાં રાજ્યોના પણ નાણાં મંત્રીનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો