તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 23 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરદીઠ 24 પૈસાનો વધારો કરતાં રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો લિટરનો ભાવ 84.20 રૂપિયા અને ડીઝલનો ભાવ 74.38 રૂપિયાના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચ્યો છે. અગાઉ ઓક્ટોબર 2018માં જ્યારે ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ હતો, ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 84 રૂપિયા લિટરે પહોંચ્યો હતો. જોકે હાલ બ્રેન્ટ ક્રૂડની કિંમત 54 ડોલર પ્રતિ બેરલ છે, જે માર્ચમાં શરૂ થયેલી કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં થયેલા ઘટાડા પછીની સૌથી વધુ કિંમત છે. તો ચાલો જાણીએ શા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમત ઘટી હોવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે.
ક્રૂડની કિંમત ઘટી હોવા છતાં શા માટે પેટ્રોલ-ડીઝલ મોંઘાં ?
એક્સાઈઝ ડ્યૂટી વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર લેવાતી એક્સાઈઝ ડ્યૂટી છે. એને કારણે સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. NDA સરકારા દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને આ કારણે હાલ પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે.
UPAના 10 વર્ષના શાસનમાં પેટ્રોલની કિંમત 38 રૂપિયા વધી
વર્ષ 2004ના મે મહિનામાં જ્યારે UPA-1 સત્તામાં આવી ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 33.71 પ્રતિ લિટર હતી. દસ વર્ષ પછી મે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે પેટ્રોલની કિંમત 71.41 રૂપિયા હતી, એટલે કે UPA સરકારના 10 વર્ષના શાસનકાળ દરમિયાન પેટ્રોલની કિંમતમાં 38 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે સરેરાશ દર વર્ષે 3.80 રૂપિયાનો વધારો નોંધાયો છે.
NDAમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટી છતાં કિંમત વધી
2004માં જ્યારે UPA સરકાર સત્તામાં આવી ત્યારે ક્રૂડ ઓઈલની પ્રતિ બેરલની કિંમત 25 ડોલર હતી.એ સમયે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 33 રૂપિયા પ્રતિ લિટર હતી. વર્ષ 2011માં જ્યારે ક્રૂડ ઓઈલની પ્રતિ બેરલની કિંમત વધીને 112 ડોલર થઈ હતી. ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 65.76 રૂપિયા પ્રતિ લિટર હતી. વર્ષ 2018માં ક્રૂડ ઓઈલની કિંમત 88 ડોલર પ્રતિ બેરલ હતી. જોકે પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ 77 રૂપિયા હતો, એટલે કે વર્ષ 2018માં જે ક્રૂડ ઓઈલની કિંમત હતી, એ વર્ષ 2011માં જ્યારે મનમોહન સિંહની સરકાર હતી. એના કરતાં 25 ટકા ઓછી હતી.
સરકારે ટેક્સ ઘટાડીને સામાન્ય માણસોનો ફાયદો ન આપ્યો
કેન્દ્રીય પેટ્રોલિયમ મિનિસ્ટ્રીના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(PPAC)ના ડેટા મુજબ ક્રૂડ ઓઈલની કિંમત વર્ષ 2014થી ઘટી રહી છે. જોકે એની સીધી અસર પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં દેખાઈ રહી નથી. વર્ષ 2015-16માં ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને કિંમત ઘટીને 46 ડોલર પ્રતિ બેરલ થઈ હતી, પરંતુ પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા હતા, એટલે કે સરકારે ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડીને એનો ફાયદો સામાન્ય માણસોને આપ્યો ન હતો.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.