તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Petrol diesel Prices Have Risen 15 Times In The Last 18 Days, With Diesel Going Up By Rs 3.41 And Petrol By About Rs 2.55.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીનો ડામ:છેલ્લા 18 દિવસમાં 15 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, ડીઝલ રૂપિયા 3.41 અને પેટ્રોલ આશરે રૂપિયા 2.55 મોંઘું થયું

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરમાં અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 વખત વધારો કરવામાં આવ્યો
  • 7 ડિસેમ્બરના રોજ ડીઝલના ભાવ 31 પૈસા અને પેટ્રોલના ભાવ 33 પૈસા મોંઘા થયા
  • ગુજરાતમાં 14 દિવસમાં પેટ્રોલ રૂપિયા 3.60 વધી રૂપિયા 81.16 અને ડીઝલ રૂપિયા 2.71 વધી રૂપિયા 79.60 થયું

જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ છેલ્લા 18 દિવસમાં, એટલે કે 20 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધીમાં 15 વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 15 વખત કરવામાં આવેલા આ ભાવવધારાને લીધે ડીઝલ રૂપિયા 3.41 અને પેટ્રોલ આશરે રૂપિયા 2.55 સુધી મોંઘાં થયાં છે. ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 6 વખત વધારો થયો છે. એને પગલે ડિસેમ્બર મહિનામાં પેટ્રોલ રૂપિયા 1.37 અને ડીઝલ રૂપિયા 1.45 મોંઘાં થયાં છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 14 દિવસમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂપિયા 3.60 વધી રૂપિયા 81.16 અને ડીઝલનો ભાવ લિટરદીઠ રૂપિયા 2.71 વધી રૂપિયા 79.60 થયો છે.

સાડાઆઠ વર્ષ અગાઉ ડીઝલ રૂપિયા 30 સસ્તું હતું
દિલ્હીમાં 8 વર્ષ અગાઉ એટલે કે જૂન 2012માં લિટરદીઠ પેટ્રોલનો ભાવ રૂપિયા 71 અને ડીઝલનો ભાવ રૂપિયા 41 હતો, એટલે કે પેટ્રોલની તુલનામાં ડીઝલ રૂપિયા 30 સસ્તું હતું, જ્યારે મુંબઈમાં જૂન,2012માં આ તફાવત રૂપિયા 32 હતો. એ સમયે પેટ્રોલ રૂપિયા 76 અને ડીઝલ લિટરદીઠ
રૂપિયા 45 હતો. જોકે હવે ડીઝલ અને પેટ્રોલની કિંમત વચ્ચેનું અંતર રૂપિયા 10 પણ રહ્યું નથી. અત્યારે દિલ્હીમાં પેટ્રોલ રૂપિયા 83.71 પ્રતિ લિટર ભાવથી વેચાય છે, જ્યારે મુંબઈમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા 90.34 અને રૂપિયા 80.51 પ્રતિ લિટરની કિંમતથી વેચાય છે.

આજે પણ ઈંધણોના ભાવ વધ્યા
સરકારી ઓઈલ કંપનીઓએ આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આજે ડીઝલમાં 31 પૈસા સુધી અને પેટ્રોલની કિંમતમાં 33 પૈસા સુધી ભાવ વધ્યા છે. રવિવારે પણ ડીઝલની કિંમત 30 પૈસા અને પેટ્રોલની કિંમત 28 પૈસા વધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો