તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વમાં કોરોનાના કેસ વધવાની અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી છે. એની અસર ભારતમાં પણ જોવા મળી છે. સરકારી ઓઈલ કંપનીઓએ પાંચ દિવસ પછી ફરી એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. મંગળવારે પેટ્રોલની કિંમતમાં 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે; એમાં હજી પણ વધુ ઘટાડાનું અનુમાન છે.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલ હવે 90.65 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જ્યારે ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર છે. જોકે રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ હાલ 100 રૂપિયાને વટાવી ગયું છે. અહીં પેટ્રોલ 101.01 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.96 રૂપિયા લિટર મળી રહ્યું છે.
દેશનાં અગ્રણી શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
શહેર | પેટ્રોલ | ડીઝલ |
કોલકાતા | 90.77 | 83.75 |
મુંબઈ | 96.98 | 87.96 |
ચેન્નઈ | 92.66 | 85.96 |
ગુરુગ્રામ | 88.26 | 81.21 |
નોઈડા | 88.81 | 81.21 |
બેંગલુરુ | 93.59 | 85.75 |
ચંદીગઢ | 87.14 | 80.57 |
જયપુર | 96.86 | 89.15 |
પટના | 92.89 | 86.12 |
ભોપાલ | 98.58 | 89.13 |
અમદાવાદ | 87.60 | 86.99 |
નોંધઃ કિંમત રૂપિયા પ્રતિ લિટરમાં છે.
ઈકોનોમિક રિકવરીમાં સ્લોડાઉનની ચિંતા વધી
ઈજિપ્તની સ્વેજ નહેરમાં મોટા કાર્ગો જહાજને કારણે પેદા થયેલા બ્લોકેજથી ક્રૂડની કિંમતોમાં ઘટાડો શરૂ થયો હતો. હવે યુરોપના મોટા હિસ્સામાં કોવિડ-19 સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. એનાથી સમગ્ર વિશ્વમાં ઈકોનોમિક રિકવરીમાં સ્લોડાઉનની ચિંતા વધી ગઈ છે. કોવિડ-19ને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોથી વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની ડિમાન્ડમાં ઘટાડો આવવાની શક્યતા છે.
65 ડોલર પ્રતિ બેરલથી નીચે પહોંચ્યું ક્રૂડ ઓઈલ
સતત નેગેટિવ સમાચારોને કારણે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગઈ હતી. સોમવારે બ્રેન્ટ ક્રૂડ 0.78 ટકાના ઘટાડા સાથે 63.65 ડોલર પ્રતિ બેરલ પર, જ્યારે WTI ક્રૂડ 1.05 ટકાના ઘટાડા સાથે 59.92 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. મંગળવારે સવારે 9.30 વાગ્યે બ્રેન્ટ ક્રૂડ 0.23 ટકા તેજીની સાથે 65.13 ડોલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 0.31 ટકાની તેજીની સાથે 61.75 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે.
ઓછી માગને કારણે ક્રૂડની કિંમતોમાં ઘટાડો રહેશે
દેશમાં કોવિડ-19ના મામલામાં વધારાથી રૂપિયામાં નબળાઈ આવશે. એનું પરિણામ એ આવશે કે ક્રૂડની કિંમત ઘટવાથી ઘરેલું બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટશે. IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાનું કહેવું છે કે કોવિડ-19ના કેસ વધવા અને માગ ઘટવાથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવશે. આ સિવાય ચીન તરફથી ક્રૂડ ઓઈલની ઓછી આયાતથી પણ તેની કિંમતો પર અસર પડશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.