• Gujarati News
  • Business
  • Brent Crude Crosses 5 115, Crude Price May Rise By Rs 20 25 Next Week In India, Find Out Its Election Connection

શું ફરીથી વધશે પેટ્રોલ-ડિઝલની કિંમત:બ્રેન્ટ કૂડ 115 ડોલરને પાર, ભારતમાં આગામી સપ્તાહે ક્રૂડના ભાવ 20-25 રૂપિયા વધી શકે, જાણો તેનું ચૂંટણી કનેક્શન

નવી દિલ્હી5 મહિનો પહેલા

રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ગુરુવારે 115 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયો છે. એવામાં આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમત વધે તેવી શક્યતા છે. છેલ્લા 120 દિવસથી દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં કોઈ જ વધારો થયો નથી. જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 70 ટકા વધી છે.

રોજ થશે થોડો-થોડો વધારો
મોદી સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો ન કર્યો. જોકે ચૂંટણી ખત્મ થતાની સાથે જ તે આ કિંમતોમાં વધારો કરવામાં વાર કરતી નથી. હાલ દેશમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થઈ રહી છે. તેના પરિણામો 10 માર્ચે આવશે. આ કારણે આગામી સપ્તાહથી ભાવ વધશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. એક્સપર્ટનું કહેવું એવું છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ એક જ વખતમાં ન વધતા, તેમાં રોજ થોડો-થોડો વધારો થશે.

પેટ્રોલ ડિઝલના ભાવ 20-25 રૂપિયા સુધી વધી શકે છે
IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે ઈન્ટરનેશનલ બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે. બીજી તરફ ઓઈલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડ 40 ડોલર પ્રતિ બેરલથી વધુ મોંઘુ થઈ ચુક્યું છે. આ કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 20-25 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

ઓઈલ કંપનીઓને 5-6 રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન
MCX પર ક્રૂડ ઓઈલનો માર્ચ વાયદો ગુરુવારે 4 ટકાથી વધીને 8600 રૂપિયા પ્રતિ બેરલને વટાવી ગયો છે. ક્રૂડ 8495(112.21 ડોલર) પર ખુલ્યો અને તેણે 8677 રૂપિયા (114.62)નો હાઈ બનાવ્યો. ડિસેમ્બર 2021માં ક્રૂડનું સરેરાશ મૂલ્ય 73 ડોલરની નજીક હતુ. ત્યારે ક્રૂડ કંપનીઓને 8-10 રૂપિયા પ્રતિ લિટરનો વધારાનો નફો થઈ રહ્યો હતો.

પેટ્રોલ-ડિઝલ પર ટેક્સનું ગણિત

પેટ્રોલ/લિટર(રૂ.)ડીઝલ/લિટર(રૂ.)
બેઝ પ્રાઈસ47.9949.34
ભાડુ0.250.28
એક્સાઈઝ ડ્યુટી27.9021.80
ડીલર કમીશન3.772.57
વેટ15.5012.68
કુલ કિંમત95.4186.67

નોંધઃ આ આંકડા 2 માર્ચના રોજ દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલની કિંમત મુજબના છે.

રશિયા-યુક્રેન યુદ્ધે ક્રૂડના ભાવ વધાર્યા
24 ફેબ્રુઆરી 2022એ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી તરત જ શેરબજાર તૂટ્યું હતું. સોનાની કિંમત વધી ગઈ અને ક્રૂડ ઓઈલ રેકોર્ડ લેવલે પહોંચી ગઈ છે. રશિયા ઓઈલ અને નેચરલ ગેસનું મોટુ ઉત્પાદક છે. BP સ્ટેટિકલ રિવ્યુ મુજબ 2020માં રશિયા ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ કન્ડેનસેટના ઉત્પાદનના મામલામાં બીજા નંબરે હતું.

ક્રૂડના 85 ટકા સપ્લાય માટે ભારત અન્ય દેશો પર નિર્ભર
ભારત ક્રૂડ ઓઈલના 85 ટકાથી વધુ સપ્લાય માટે અન્ય દેશો પર નિર્ભર છે. રશિયાના ઓઈલ એક્સપોર્ટનો લગભગ અડધો- લગભગ 25 લાખ બેરલ પ્રતિ દિવસ- જર્મની, ઈટલી, નેધરલેન્ડ, પોલેન્ડ, ફિનલેન્ડ, લિથુઆનિયા, ગ્રીસ, રોમાનિયા અને બુલ્ગારિયા સહિતના યુરોપીય દેશોમાં મોકલવામાં આવે છે. જોકે ભારત ઘણુ ઓછુ ક્રૂડ રશિયામાંથી ઈમ્પોર્ટ કરે છે.

સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકી શકે છે
એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારીને કાબુમાં કરવા માટે સરકાર પેટ્રોલ-ડિઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં કાપ મૂકી શકે છે. કેન્દ્ર સરકારે કોરોનાની પહેલી લહેરમાં બે વખત પેટ્રોલ-ડિઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં 15 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.

પેટ્રોલ-ડિઝલની કિંમત કઈ રીતે નક્કી થાય છે?
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસમાં તેને બદલવામાં આવતી હતી. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલની કિંમતનું નિર્ધારણ ઓઈલ કંપનીઓ પર છોડી દીધું હતું. આ રીતે ઓક્ટોબર 2014 સુધી ડિઝલની કિંમત પણ સરકાર નક્કી કરતી હતી. જોકે 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઈલ કંપનીઓને સોંપી દીધુ હતું.

હાલ ઓઈલ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડિઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને બાકી ઘણી ચીજોનું ધ્યાન રાખતા રોજની પેટ્રોલ-ડિઝલની કિંમત નક્કી કરે છે.

અન્ય સમાચારો પણ છે...