તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં પ્રથમ વખત પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને વટાવી ગઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બુધવારે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 25-25 પૈસાનો વધારો કર્યો છે. આ સતત 9મો દિવસ છે, જ્યારે ઓઈલની કિંમત વધી છે. દિલ્હીમાં પેટ્રોલ 89.54 રૂપિયા અને મુંબઈમાં 96 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. અમદાવાદમાં તા.17 ફેબ્રુઆરીએ એક લિટર પેટ્રોલનો ભાવ 86.80 રૂપિયા અને ડિઝલનો ભાવ 86.16 છે.
આ વર્ષે 21 વખતમાં પેટ્રોલ 5.83 રૂપિયા અને ડીઝલ 6.18 રૂપિયા મોંઘું થયું
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના રેટમાં 11 વખત વધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 3.24 રૂપિયા અને ડીઝલ 3.47 રૂપિયા મોંઘું થયું છે. આ પહેલાં જાન્યુઆરીમાં રેટ 10 વખત વધ્યા. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો. વર્ષ 2021ની વાત કરવામાં આવે તો આ વર્ષે અત્યારસુધીમાં પેટ્રોલ 5.83 રૂપિયા અને ડીઝલ 6.18 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.
વધી રહી છે ક્રૂડની કિંમત
ક્રૂડ 13 મહિનામાં સૌથી મોંઘા સ્તરે પહોંચી ગયું છે. આ વર્ષે અત્યારસુધીમાં ક્રૂડ 21 ટકા સુધી મોંઘું થયું છે. બ્રેન્ટ ક્રૂડ 63 ડોલર પ્રતિ બેરલને પાર નીકળી ગયું છે, કારણ કે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓમાં પોઝિટવ ગ્રોથ જોવા મળી રહ્યો છે. એનાથી ફ્યુઅલની ડિમાન્ડ વધી રહી છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 63.55 ડોલરે પહોંચ્યું છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો ઈનકાર કર્યો છે.
રોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
15 જૂન 2017થી દેશમાં પેટ્રોલ, ડીઝલની કિંમત રોજિંદા આધારે બદલાવવાની શરૂ થઈ ગઈ છે. આ પહેલાં એમાં દર ત્રિમાસિકે ફેરફાર થતો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. રોજનો રેટ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ના કસ્ટમર RSPની સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર, BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર અને HPCL કસ્ટમર HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડની કિંમત સાથે જોડાયેલી
ઉલ્લેખનીય છે કે ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડની કિંમત સાથે જોડાયેલી છે. એનો મતલબ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ઘટી રહી છે, તો રિટેલ કિંમત ઘટવી જોઈએ. જોકે ઈન્ટરનેશનલ ક્રૂડ ઓઈલની કિંમતોમાં 13 ટકા ઘટાડો છતાં ભારતમાં મોંઘા ભાવે પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે.
કોરોના લોકડાઉન પહેલાં ક્રૂડ આઈલની કિંમત લગભગ 29 રૂપિયા પ્રતિ લિટર હતી
જાન્યુઆરીમાં, કોરોના લોકડાઉન પહેલાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 29 રૂપિયા પ્રતિ લિટર હતી. જોકે ગ્રાહક સુધી પહોંચતાં-પહોંચતાં લિટર પેટ્રોલના 78 રૂપિયા ખર્ચવા પડે છે. ફેબ્રુઆરીમાં ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા છતાં પણ મોંઘું પેટ્રોલ ખરીદવું પડ્યું. એક ભારતીય ગ્રાહકને પેટ્રોલ ભરાવવા માટે ક્રૂડ ઓઈલની કિંમત(15.60 રૂપિયા પ્રતિ લિટર)ની સરખામણીમાં લગભગ પાંચ ગણી વધુ(72.93 રૂપિયા પ્રતિ લિટર) ખર્ચ કરવા પડ્યા.
લોકડાઉનમાં ઢીલ પછી ક્રૂડ ઓઈલની કિંમત જાન્યુઆરીમાં 25 રૂપિયા પ્રતિ લિટર
લોકડાઉનમાં ઢીલ પછી ક્રૂડ ઓઈલની કિંમત જાન્યુઆરીમાં 25 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ. જોકે ગ્રાહકોએે પેટ્રોલ માટે ફરી પણ 87.57 રૂપિયા પ્રતિ લિટરના દરથી ખર્ચ કરવો પડશે. ક્રૂડ ઓઈલની કિંમતો ઘટ્યા છતાં પણ સરકાર નવા ટેક્સ લગાવી દે છે.
કોરોના મહામારી દરમિયાન ક્રૂડ સિવાય દરેક ક્ષેત્રમાં ટેક્સ કલેક્શન ઘટ્યું
5 મે 2020ના રોજ ક્રૂડ ઓઈલની કિંમત 28.84 રૂપિયા પ્રતિ લિટરથી 14.75 રૂપિયા પર આવી ગઈ હતી. જોકે સરકારે પેટ્રોલ પર રેકોર્ડ 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરના હિસાબથી એક્સાઈઝ ડ્યૂટી લગાવી છે. એનાથી સરકારને 1.6 લાખ કરોડની રેવન્યુ પ્રાપ્ત થઈ છે. કોરોના મહામારી દરમિયાન ક્રૂડ સિવાય દરેક ક્ષેત્રમાં ટેક્સ કલેક્શન ઘટ્યું. જોકે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીના રૂપમાં 2019ની સરખામણીમાં રેકોર્ડ 48 ટકા વધુ ટેક્સ કલેક્ટ કર્યો.
ઈન્ટરનેશનલ બજારમાં લગભગ 160 પ્રકારનાં ક્રૂડ ઓઈલનો કારોબાર
ઈન્ટરનેશનલ બજારમાં લગભગ 160 પ્રકારના ક્રૂડ ઓઈલનો કારોબાર થાય છે. ક્રૂડ ઓઈલને તેની ભૈગોલિક ઓળખ જેવી કે બ્રેન્ટ ક્રૂડ, ઓમાન ક્રૂડ, દુબઈ ક્રૂડ, ઓપેક, ડબ્લ્યુટીઆઈ વગેરેનાં નામથી ઓળખવામાં આવે છે. ભારત એની ક્રડની જરૂરિયાતનું લગભગ 80 ટકા વિદેશથી આયાત કરે છે. જે પેટ્રોલની એક લિટરની કિંમત લગભગ 30 રૂપિયા છે. એની પર એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને વેલ્યુએડડ ટેક્સ જોડાયા બાદ એની કિંમત 86-87 રૂપિયાએ પહોંચી જાય છે, એટલે કે જો ટેક્સ ઓછો થાય તો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.