તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Petrol Diesel Price Alert 13 February 2021 State Wise Latest Update | Today's Petrol Diesel Price In Indian Metro Cities

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતત 5મા દિવસે પેટ્રોલના ભાવ વધ્યા:ગુજરાતના ભાવનગરમાં લિટરે સૌથી વધુ 87 રૂપિયાનો ભાવ થવા આવ્યો, અમદાવાદ ત્રીજા નંબરે; રાજસ્થાનમાં 100ની નજીક

નવી દિલ્હી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલનો ભાવ 97.05 રૂપિયા અને ડીઝલનો 86.44 રૂપિયા પ્રતિ લિટર થયા

સરકારી ઓઈલ કંપનીઓએ આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલના ભાવમાં 25-30 પૈસા સુધી વધારો કરાયો છે, સાથે જ ડીઝલના ભાવમાં 35 પૈસા સુધીનો વધારો કરાયો છે. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલ 98.98 રૂપિયા અને ડીઝલ 90.82 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ છે, સાથે જ મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 97.05 રૂપિયા અને ડીઝલ 86.44 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયાં છે.

આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ 88.44 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 78.74 રૂપિયા પર પહોંચી ગયાં છે. મુંબઈમાં પેટ્રોલ 94.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે. ફેબ્રુઆરીમાં આ 7મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.

ગુજરાતના ભાવનગરમાંં પેટ્રોલનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો
તો આ તરફ ગુજરાતના ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ભાવેણાવાસીઓ પેટ્રોલ-ડીઝલના સૌથી વધુ દામ ચૂકવે છે. આજે જ ભાવ જોઇએ તો આઇઓસી કે ભારત પેટ્રોલિયમના ભાવ ભાવનગરમાં એક લિટરના રૂા.86.70 છે, એની સામે વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.84.77 છે. એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો વધારો થયો છે.

ગુજરાતના ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો છે
ગુજરાતના ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો છે

ગુજરાતનાં જુદાં જુદાં શહેરોમાં 1 લિટર પેટ્રોલનો ભાવ

ભાવનગરરૂા.86.70
રાજકોટરૂા.85.16
અમદાવાદરૂા.85.38
સુરતરૂા.85.39
વડોદરારૂા.84.77
ગાંધીનગરરૂા.85.65
જૂનાગઢરૂા.86.18
જામનગરરૂા.85.65

મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવભાવનગર શહેરમાં 2020ના વર્ષના આરંભે પેટ્રોલના એક લિટરનો ભાવ રૂા.68 હતો, એ આજે એક વર્ષ બાદ વધીને 86 રૂપિયા થઇ ગયો છે. આમ, કોરાનાની મંદીના આ એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો આસમાની વધારો થયો છે.

શહેરપેટ્રોલ(રૂપિયા/લિટર)ડીઝલ(રૂપિયા/લિટર)
દિલ્હી88.4478.74
મુંબઈ94.9385.70
ચેન્નઈ90.7083.86
ભોપાલ96.37

86.84

નોઈડા87.2879.16
જયપુર94.8487.02
પટના90.8483.95
ચંદીગઢ85.1178.45

44 દિવસમાં જ 17 વખત ભાવ વધ્યા
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 વખત ભાવવધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 2.14 રૂપિયા અને ડીઝલ 2.26 મોઘું થયું છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા છે. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો.

ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 વખત ભાવવધારો થયો છે.
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 વખત ભાવવધારો થયો છે.

સરકારે રાહત આપવાનો ઈનકાર કર્યો
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે. રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સને ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો અથવા ઓછો કરવો સરકારની જરૂર અને માર્કેટની સ્થિતિ પર નિર્ભર કરે છે.

દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. દરરોજના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ના કસ્ટમર RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર, BPCL ગ્રાહક, RSP લખીને 9223112222 નંબર પર અને HPCL કસ્ટમર HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો