તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10મા દિવસે પણ ઈંધણના ભાવ વધ્યા:રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર, અનુપપુરના કોતમામાં ભાવ 100.40 રૂપિયા પ્રતિ લિટર

નવી દિલ્હી13 દિવસ પહેલા

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 10મા દિવસે પણ ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધા છે, જેનું પરિણામ છે કે હવે રાજસ્થાન પછી મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની પાર નીકળી ગયા છે. આજે મધ્યપ્રદેશના અનુપપુરમાં પેટ્રોલ 100.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગઈકાલે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 99.90 રૂપિયા હતો.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે 90 રૂપિયા લિટરની નજીક પહોંચી ગયો છે, જે 89.88 રૂપિયા પર છે. ડીઝલ અહીં 80 રૂપિયા 27 પૈસા લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 96.32 રૂપિયા અને ડીઝલ 87.36 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે પેટ્રોલમાં 35 અને ડીઝલમાં 32 પૈસાનો વધારો થયો છે.

દેશમાં મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેરપેટ્રોલ(રૂપિયા/લિટર)ડીઝલ(રૂપિયા/લિટર)
મુંબઈ96.3287.36
દિલ્હી89.8880.27
શ્રીગંગાનગર100.4292.41
પરભણી98.4388.02
અનુપપુર100.4090.81
જયપુર96.3588.67
ભોપાલ97.8688.47

આ વર્ષે 22 વખતમાં પેટ્રોલ 5.83 રૂપિયા અને ડીઝલ 6.18 રૂપિયા મોંઘાં થયાં
આ મહિને છેલ્લા 14 દિવસમાં 12મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘાં થયાં છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 3.58 રૂપિયા અને ડીઝલ 3.79 રૂપિયા મોંઘાં થયાં છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ 2.59 રૂપિયા અને ડીઝલ 2.61 રૂપિયા મોંઘાં થયાં હતાં. આ વર્ષે અત્યારસુધીમાં 22 વખતમાં પેટ્રોલ 6.17 રૂપિયા અને ડીઝલ 6.50 રૂપિયા પ્રતિ લિટર મોંઘાં થયાં છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને 64 ડોલર પર પહોંચ્યા
ગઈકાલે લંડન એક્સચેન્જમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 64 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે, જેની અસર આજે દેશમાં જોવા મળી. આજે દિલ્હીમાં પેટ્રોલ 32 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. ડીઝલ પણ 32 પૈસા મોંઘું થયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 96.32 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કોલકાતામાં 91.11, ચેન્નઈમાં 91.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ભારત અને ચીન સહિત એશિયન દેશમાં કાચા તેલની માગમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી આવતીકાલે કાચા તેલના આંતરરાષ્ટ્રીયમાં તેજી જોવા મળી.

આ મહિનામાં 12 વખત ભાવ વધ્યા
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યારસુધીમાં તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે. વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લિટર હતો, એટલે કે વર્ષ દરમિયાન પેટ્રોલ 17.99 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ચૂક્યું છે. ડીઝલ પણ વર્ષ દરમિયાન 15.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ વધી રહ્યા છે
ઓક્ટોબરથી માંડી અત્યારસુધીમાં કાચા તેલનો ભાવ 50 ટકા વધીને 63.3 ડોલરને પાર જતો રહ્યો છે. આ વર્ષે પણ અત્યારસુધીમાં કાચું તેલ 21 ટકા સુધી મોંઘું થઈ ગયું છે. મોંઘવારીનું એક કારણ એ છે કે દુનિયાભરમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે અને એનાથી ઓઈલનો ભાવ વધી ગયો છે. જોકે સરકારનો આ તર્ક યોગ્ય નથી. ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલના ભાવ આજથી ઓછા ન હતા, તેમ છતાં લોકોને પેટ્રોલ-ડીઝલ મોંઘાં મળી રહ્યાં હતાં.

રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકારો કમાણી કરી રહી છે
પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી એક વર્ષ પહેલાં 19.98 રૂપિયા હતી, આ હવે વધીને 32.90 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.83થી વધીને 31.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કમાણી કરી રહી છે તો રાજ્ય સરકારોએ પણ તેમના ટેક્સ વધારી દીધા છે. તેમણે વેટ વધાર્યો છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર મળીને ઓઈલના ભાવ વધારી રહી છે.

દરરોજ સવારે 6 વાગ્યે ભાવ બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અમુક વસ્તુઓને જોડ્યા પછી એના ભાવ લગભગ બમણો થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો