તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • In July, People Cut Unnecessary Spending By 61.4%, While Lockdown Reduced People's Spending By 43.2%.

RBI સર્વે:જુલાઈમાં લોકોએ બિનજરૂરી ખર્ચમાં 61.4% કાપ મુક્યો, લોકડાઉનમાં લોકોના ખર્ચમાં 43.2% જેટલો ઘટાડો થયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ 53.8ના રેકોર્ડ નીચલા સ્તરે પહોચ્યો
  • રિઝર્વ બેન્કે દેશના 13 મોટા શહેરોમાં જુલાઈ દરમિયાન સર્વે કર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે કર્યો હતો. આ સર્વેમાં એવું ત્રણ આવ્યું છે કે, જુલાઈ મહિના દરમિયાન લોકોએ બિનજરૂરી વસ્તુઓ પર કરવામાં આવતા ખર્ચ પર કપ મુક્યો છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે લોકડાઉન દરમિયાન મે મહિનામાં લોકોએ અનાવશ્યક વસ્તુઓ પર 46.4% ઓછો ખર્ચ કર્યો હતો. તેની સામે જુલાઈમાં 61.4% ઓછો ખર્ચ કર્યો છે. કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ (CCI) 53.8ના રેકોર્ડ નીચલા સ્તરે પહોચી ગયો છે.

લોકોએ કહ્યું અનાવશ્યક ખર્ચ પર કાપ મુકતા રહેશે
RBIએ લોકોને આવશ્યક અને અનાવશ્યક વસ્તુઓ પર કરવામાં આવતા ખર્ચ અંગે સવાલો કર્યા હતા તેમાંથી મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેઓ આવતા દિવસોમાં પણ કાપ મુકતા રહેશે. સર્વેના જવાબમાં લોકોએ કહ્યું કે, આગામી એક વર્ષ માટે બિન જરૂરી બાબતો પર સરેરાશ 40% સુધીનો ઘટાડો કરવાની વાત કરી છે.

કોરોના બાદ લોકોના ખર્ચમાં ઘટાડો થયો
સર્વેમાં જે રિસ્પોન્સ મળ્યા તે મુજબ મે મહિનામાં લોકોનો ખર્ચ 43.2% ઘટ્યો હતો. જોકે, લોકડાઉન ખુલ્યા બાદ ખર્ચમાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં સ્પેન્ડિંગ 30.8% રહ્યું હતું. જાન્યુઆરીના 73.1% અને માર્ચના 69.2%ની સરખામણીએ લોકો દ્વારા થતો ખર્ચ હજુ પણ નીચો છે.

CCI અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે
રિઝર્વ બેંક દર બે મહીને કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે કરે છે. જુલાઈમાં થયેલા સર્વે મુજબ CCI 53.8 આવ્યો હતો જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે. ઇન્ડેક્સ 100થી જેટલો નીચે રહે છે તેના આધારે પરિસ્થિતિનો અંદાજ લગાવવામાં આવે છે. આ સર્વેમાં લોકોને ટેલીફોન ઉપર સવાલો પૂછવામાં આવ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો