તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો રિસર્ચ રિપોર્ટ:રિયાલ્ટીમાં પીઈ રોકાણો 56 ટકા ઘટી 2.3 અબજ ડોલર

મુંબઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહામારીના દોરમાં ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણો ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 56 ટકા ઘટી 2.3 અબજ ડોલર થયા છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ ‘ઈન્વેસ્ટમેન્ટ ઈન રિયલ એસ્ટેટ- ટ્રેન્ડ્સ ઈન પીઈ ઈન્વેસ્ટમેન્ટ-Q32020’માં જણાવ્યુ હતુ કે, ભારતીય રિયલ એસ્ટેટમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન 11 ડિલ મારફત રૂ. 2.308 અબજ ડોલરના પીઈ રોકાણો નોંધાયા છે. ગતવર્ષે સમાનગાળામાં સેક્ટરમાં 5.3 અબજ ડોલરના પીઈ રોકાણો નોંધાયા હતા.

રિયલ એસ્ટેટમાં કુલ પીઈ રોકાણોમાં ઓફિસ સેગમેન્ટનું 1.87 અબજ ડોલર સાથે 81 ટકા રોકાણ, વેરહાઉસિંગમાં 10 ટકા, અને રેસિડેન્શિયલમાં 9 ટકા હિસ્સો રહ્યો છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશીર બૈજલે જણાવ્યુ હતુ કે, પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સે ઈકોનોમિક સ્લોડાઉન દરમિયાન લાભ લઈ એ ગ્રેડની મિલકતોમાં રોકાણો વધાર્યા છે.

PSUનું REIT હેઠળ 1.2 લાખ કરોડનું રોકાણ
કેન્દ્ર સરકારની માલિકીની પીએસયુની માલિકીની સંપત્તિનુ રિપોર્ટમાં મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. જેમાં ટોચની 45 કંપનીઓ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) માટે કોમર્શિયલ પ્રોપર્ટીમાં 1.2 લાખ કરોડનુ રોકાણ ધરાવે છે. પીએસયુ દ્વારા અનલિસ્ટેડ ઓફિસ સંપત્તિ સાથે અન્ય લિસ્ટેડ પીએસયુની ઓફિસ સંપત્તિની ગણત્તરી કરીએ તો 45 પીએસયુની REIT સંપત્તિમાં રોકાણ 1.2 લાખ કરોડ કરતાં વધુ થશે. ભારતના પ્રથમ બે REITને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો