ફ્લોપ શો:પેટીએમની માર્કેટકેપ રૂ.75063 કરોડ, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે

મુંબઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટાડો ચાલુ રહેશે તો કંપની લાર્જ કેપ કેટેગરીની બહાર થઈ શકે

પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનના શેરનો ફ્લોપ શો સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ સાથે શરૂ થયો હતો. સોમવારે ફરી એકવાર કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને તેના શેર રૂ. 1159ના નીચલા સ્તરે પહોંચી ગયા હતા.

કંપનીનો શેર 18 નવેમ્બરે રૂ. 1955ની ઊંચી સપાટીથી 38 ટકાથી વધુ ઘટી ગયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 75063 કરોડ થયું છે. લિસ્ટિંગના દિવસે કંપનીનું માર્કેટ કેપ રૂ. 1.50 લાખ કરોડના મૂલ્યની સરખામણીએ રૂ. 1.19 લાખ કરોડની આસપાસ હતું.

વાસ્તવમાં,બ્રોકરેજ ફર્મ મેક્વેરી સિક્યોરિટીઝ ઇન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે વન97 કોમ્યુનિકેશનની ભાવિ કમાણી વૃદ્ધિ કરતાં વધુ છે. આજે શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો જેના પગલે બ્રોકરેજ પેઢીએ તેના શેર માટેનો લક્ષ્યાંક અગાઉના રૂ.1200થી 25 ટકા ઘટાડીને રૂ.900 કર્યો હતો.

મતલબ કે હવે તેમાં 28 ટકા વધુ ઘટાડો થઈ શકે છે. જો પેટીએમનું માર્કેટ કેપ આ રીતે ઘટતું રહેશે તો તે ટૂંક સમયમાં લાર્જ કેપ કેટેગરીમાંથી બહાર નીકળી જશે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...