અલીબાબા ગ્રુપે Paytm(Paytm)ની પેરેન્ટ કંપની વન-97 કમ્યુનિકેશન્સમાં તેની 3.1% ની મોટી ભાગીદારી વેચી દીધી છે. રિપોર્ટ્સ મુજબ, Paytmના 125 મિલિયન ડોલર એટલે આશરે 1,125 કરોડ રૂપિયાના શેર અલીબાબા ગ્રુપની કંપની એન્ટ ફાઈનેન્શિયલએ બલ્ક ડીલમાં વેચી દીધી છે. એન્ટ ફાઈનેન્શિયલે ઈન્ડિયન ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાઈનેન્શિયલ સર્વિસિસ કંપની Paytmના 2 કરોડ શેર 536.95 રૂપિયા પ્રતિ શેરના હિસાબે વેચ્યા છે.
Paytmના શેર 6.16% ઘટીને 543.50 રૂપિયા પર બંધ થયા
આ અગાઉ સપ્ટેમ્બર 2022માં Paytmમાં અલીબાબા ગ્રુપની 6.26% ભાગીદારી હતી. અલીબાબાની ભાગીદારી વેચવાના કારણે Paytmના શેરમાં ગુરુવાર(12 જાન્યુઆરી)એ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. Paytmના શેર 6.16% એટલે 35.65 રૂપિયા પડીને 543.50 રૂપિયા પર બંધ થયા હતા.
ઈશ્યૂ પ્રાઈઝથી 75% સુધી ઘટી ચૂક્યા છે Paytmના શેર
કારોબાર દમિયાન Paytmના શેર 8.8% પડીને 528 રૂપિયા પર આવી ગયા હતા. જે તેના ઈશ્યૂ પ્રાઈસથી અત્યાર સુધી આશરે 75% સુધી પડી ચૂક્યા છે. તેની ઈશ્યૂ પ્રાઈસ 2,150 રૂપિયા હતી. Paytmના શેરથી રોકાણકારોને ભારે નુકસાન પહોંચ્યું છે.
એક વર્ષમાં Paytmના શેરમાં આશરે 500 રૂપિયાનો ઘટાડો
Paytmનો 52 વીક હાઈ 1,145.90 રૂપિયા છે, જ્યારે તેનો 52 વીક લો 438.35 રૂપિયા છે. કંપનીના શેર પાછલા વર્ષે 24 ડિસેમ્બરે પોતાના ન્યૂનતમ સ્તર સુધી ગયા હતા. ત્યારે એક વર્ષમાં Paytmના શેરમાં આશરે 500 રૂપિયાનો ઘટાડો થયો છે.
કંપનીના બોર્ડે તાજેતરામાં જ 850 કરોડ રૂપિયાના શેરની બાયબેક સ્કીમની અનાઉન્સમેન્ટ કરી હતી. આ શેર બાયબેક ઓપન માર્કેટ રૂટ દ્વારા થશે. Paytmના 2.5 બિલિયન ડોલર એટલે 20,361 કરોડ રૂપિયાના IPO નબેમ્બર 2021માં આવ્યા હતા. એ સમયે આ દેશનો સૌથી મોટો IPO હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.