• Gujarati News
  • Business
  • Investors Lose Rs 350 Per Share As The Company's Listing Falls 9% Below The IPO Rate

સૌથી મોટા IPOનો સૌથી ખરાબ દેખાવ:ઈશ્યૂ પ્રાઈસની સરખામણીમાં 27% તૂટીને બંધ થયો Paytmનો સ્ટોક, પ્રતિ શેરે રૂ.586નું નકસાન

મુંબઈ11 દિવસ પહેલા
  • Paytmનો 18300 કરોડ રૂપિયાનો IPO દેશનો અત્યારસુધીનો સૌથી મોટો IPO છે

ડિજિટલ મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરનું જોરદાર ધોવાણ થયું છે. 2,150 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં તેનો શેર પ્રથમ દિવસે જ 27 ટકા તૂટીને 1564 રૂપિયાએ બંધ થયો છે. એટલે કે રોકાણકારોને IPO પ્રાઈસની સરખામણીમાં 586 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું છે. સૌથી મોટા ઈશ્યૂનો સૌથી ખરાબ દેખાવ બજારમાં રહ્યો છે.

માર્કેટ કેપ 1.01 લાખ કરોડ રૂપિયા
પેટીએમની માર્કેટ કેપ 1.01 લાખ કરોડ રૂપિયા રહી. ગુરુવારે સવારે તેના લિસ્ટિંગના સમયની વાત કરવામાં આવે તો તેની માર્કેટ કેપ 1.27 લાખ કરોડ રૂપિયા સુધી ગઈ હતી. તે હિસાબથી તેની માર્કેટ કેપ 26 હજાર રૂપિયા ઘટી છે. જો તે પોતાના ઈશ્યૂ પ્રાઈસ પર લિસ્ટ થાય છે તો તે હિસાબથી તેની માર્કેટ કેપ 1.48 લાખ કરોડ રૂપિયા હોત. તેની સરખામણીમાં તેની માર્કેટ કેપ 47 હજાર કરોડ રૂપિયા ઓછી છે. નાયકાની સરખામણીમાં તેની માર્કેટ કેપ માત્ર 2 હજાર કરોડ રૂપિયા વધુ છે.

44 ટકાનો ઘટાડો આવી શકે છે
બ્રોકરેજ હાઉસ મૈક્વાયરીએ કહ્યું હતું કે Paytmના સ્ટોકમાં અહીંથી 44 ટકાનો ઘટાડો આવી શકે છે. આ શેર 1200 રૂપિયા સુધી જઈ શકે છે. એનો અર્થ એ થયો કે રોકાણકારોની આગળ પણ એમાં નુકસાન થવાની શક્યતા છે. તેણે કહ્યું હતું કે કંપનીને ફાયદામાં લાવવી એ એના માટે ખૂબ જ મોટો પડકાર છે, સાથે જ રેગ્યુલેશન અને કોમ્પિટિશન પણ એના માટે ચિંતાનો વિષય છે.

ખૂબ મોંઘું વેલ્યુએશન છે
Paytmનું વેલ્યુએશન ઘણું મોંઘું છે. તેણે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઝડપથી ફિનટેક માટે બાય નાઉ, પે લેટર પર રેગ્યુલેશન લાવી શકે છે. આ બ્રોકરેજ હાઉસે વધુમાં કહ્યું હતું કે એની સ્થાપનાથી લઈને અત્યારસુધી Paytmએ 19 હજાર કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી છે, આ તમામ રકમ હાલ નુકસાનમાં છે.

Paytmનો 18300 કરોડ રૂપિયાનો IPO દેશનો અત્યારસુધીનો સૌથી મોટો IPO છે. કંપનીએ નવા ઈક્વિટી શેર બહાર પાડીને 8300 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને હાલના શેરહોલ્ડર્સ અને પ્રમોટરોને 10,000 કરોડ રૂપિયાના શેર વેચ્યા.

1.89 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો IPO
Paytmનો IPO 1.89 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપનીને 4.83 કરોડ શેરની સામે 9.14 કરોડ શેર માટે બીડ મળી હતી.
આ મોટે ભાગે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)ના સમર્થનને કારણે થયું હતું. IPOમાં QIBનો ક્વોટા 2.79 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. જ્યારે રિટેલ રોકાણકારોનો ક્વોટા 1.66 ગણો હતો. બિનસંસ્થાકીય ખરીદદારોનો ક્વોટા માત્ર 24% જ ભરાયો હતો.

2150 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ફાળવણી
Paytm શેરની ફાળવણી શેરદીઠ રૂ. 2150ના ભાવથી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ ફાળવણીની કિંમત કરતાં રૂ. 20-25 ઓછું છે. Paytmની નબળાઈ હાલના સ્ટાર્ટઅપ્સ, જેમ કે પીબી ફિન્ટેક અને FSN ઈ-કોમર્સ વેન્ચર્સમાં જોવા મળતા વલણથી વિપરીત છે, જેણે શેરબજારમાં શાનદાર ડેબ્યુ કર્યું હતું.

કંપની આ પૈસાનો ઉપયોગ ક્યાં કરશે?

  • કંપનીએ કહ્યું છે કે IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમમાંથી 4,300 કરોડ રૂપિયાનો ઉપયોગ પેમેન્ટ ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે કરશે. કંપની તેના મર્ચન્ટ અને કસ્ટમર્સને ટેક્નોલોજી અને ફાઈનાન્શિયલ સર્વિસ પર હજી વધુ સર્વિસ આપશે.
  • કંપની 2000 કરોડ રૂપિયાનો ઉપયોગ નવા બિઝનેસ ઈનિશિયેટિવ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે કરશે.
  • બાકી રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...