ટેકનોલોજી:ગુજરાતીઓએ આપેલા આઇડીયાના આધારે અમે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટને લગતી પ્રોડક્ટ્સ ડેવલપ કરી છે: પેટીએમ મની

અમદાવાદ2 મહિનો પહેલા
પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર
  • પેટીએમ મનીએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ અમદાવાદમાં ખોલી
  • ગુજરાતમાં નં.1 ટ્રેડીંગ અને ઈનવેસ્મેન્ટ પ્લેટફોર્મ બનવાનુ ધ્યેય

ભારતમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સના વધતાં વ્યાપને ધ્યાનમાં રાખીને દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ અને વેલ્થ મેનેજમેન્ટ કંપની પેટીએમ તેની સંપુર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મની એક જ પ્લેટફોર્મ પરથી તમામ પ્રકારના ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે તેવી વેલ્થ મેનેજમેન્ટ માટે સુપર એપ બનાવશે.

સુપર એપમાં ઇન્વેસ્ટમેન્ટના અનેક ઓપ્શન્સ હશે
પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર જણાવે છે કે, અમારા ગ્રાહકો જે ભાષાનો ઉપયોગ કરે છે અને બોલે છે તે ભાષામાં સંપર્ક કરી તેમની નિકટ આવવા પ્રયાસ કરી રહયા છીએ. પેટીએમ મની ઉત્તમ કીંમતે મૂડીરોકાણ અને ટ્રેડીંગ કરવા માટે સુપર એપનુ નિર્માણ કરી રહી છે. હાલમાં અમારી એપ પર સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, IPO, SIP, સહિતના વેલ્થ મેનેજમેન્ટ માટે 8-10 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે અને અમે તેમાં વધારો કરી રહ્યા છીએ. આગામી સમયમાં તેમાં બોન્ડ, ETF જેવા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવશે. આ સાથે જ અમે ગ્રાહકોને તેમની ભાષામાં એજ્યુકેટ પણ કરીએ છીએ.

ગુજરાતમાં નં.1 ટ્રેડીંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ બનવા માગે છે
વરૂણ શ્રીધરે જણાવ્યું કે, હાલમાં 1 લાખથી વધુ યુઝર્સ ધરાવતુ ગુજરાત પેટીએમ મની પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ધરાવતુ ટોચનુ રાજય છે. આ પ્લેટફોર્મ ઉપર 11%થી વધું IPO અરજીઓ ગુજરાતમાંથી આવે છે. આથી તે દેશમાં સૌથી મહત્વનુ રાજય બની રહે છે. આગામી સમયમાં અમે ગુજરાતમાં નં.1 ટ્રેડીંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ બનવા માગીએ છીએ. હવે અમદાવાદમાં ભૌતિક હાજરી ધરાવતાં તે રાજયામા નવા યુઝર્સની સંખ્યામાં વધારો કરી શકશે અને એકંદર રિલેશનશિપ વેલ્યુ અને ટ્રેડીંગ વોલ્યુમમાં વધારો કરી શકશે.

ગુજરાતી યુઝર્સના આઇડિયા પરથી પ્રોડક્ટ્સ ડેવલપ કરે છે
શ્રીધરે જણાવ્યું કે, નવા આઇડિયા અને કોન્સેપ્ટ આપવા બાબતે ગુજરાતીઓ ઘણા જ એક્ટિવ છે. અમને અમારા ઘણા ગુજરાતી ગ્રાહકો સોશિયલ મીડિયા અને ડાયરેક્ટ કનેક્ટ થઈને પ્રોડક્ટ્સ અને સર્વિસિસ માટે નવા નવા આઇડિયા આપતા હોય છે અને અમે તેમાંથી ઘણું ડેવલપમેન્ટ પણ કર્યું છે. અન્ય રાજ્યના ઈન્વેસ્ટર્સની સરખામણીએ ગુજરાતનાં રોકાણકારોમાં રિસ્ક મેનેજમેન્ટ એબિલિટી ઘણી સારી છે. અન્યોની તુલનામાં અહીંયા યુઝર્સ 25-30% વધુ એક્ટિવ છે.

પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસ અમદાવાદમાં શરૂ કરી
વરુણ શ્રીધરે કહ્યું કે, પેટીએમ મનીએ તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસ અમદાવાદમાં શરૂ કરી છે. તે ગુજરાતમાં આશરે 150 લોકોની સેલ્સ ટીમ, ઈનવેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને બજાર નિષ્ણાતોની ભરતી કરીને આગામી વર્ષોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં કંપનીની હાજરી વિસ્તારશે. ગુજરાતનુ અમારૂ હાલનુ ટ્રેડર નેટવર્ક અમારા માટે મોટુ સ્પર્ધાત્મક નેટવર્ક બની રહેશે અને અમને સ્થાનિક આઈએફએ, સંલગ્ન લોકો અને ડિજિટલ પાર્ટનર્સને આવકારી રહયા છીએ.

અન્ય સમાચારો પણ છે...