તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • PayTM Money Aims To Get 30 Lakh Users From Gujarat In Next 3 Years, Intends To Open More Than 10 Lakh Demat Accounts

વેલ્થ મેનેજમેન્ટ:PayTM મનીનો આગામી 3 વર્ષમાં ગુજરાતમાંથી 30 લાખ યુઝર્સ મેળવવાનો ટાર્ગેટ, 10 લાખથી વધુ ડીમેટ ખાતા શરૂ કરવાનો આશય

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 24 મહિનામાં ગુજરાતમાં 30થી વધુ શહેરોમાં પહોંચશે

ભારતના સ્વદેશી ડિજિટલ નાણાકીય સેવા પ્લેટફોર્મ પેટીએમની વેલ્થ મેનેજમેન્ટ કંપની પેટીએમ મની ગુજરાતમાં પોતાનો યુઝર બેઝ વધારવા યોજના બનાવી છે અને તેના ભાગ રૂપે કંપની આગામી ત્રણ વર્ષમાં યુઝર્સની સંખ્યા 10 લાખથી વધારી અને 30 લાખ સુધી લઈ જશે. પેટીએમ મનીના સીઈઓ વરુણ શ્રીધરે જણાવ્યું હતું કે, ભારતમાં સંપત્તિ સર્જનના મોરચે ગુજરાત મોખરે છે અને અમારા ટોચના ત્રણ બજારોમાં તેનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓએ પેટીએમ મનીમાં ઘણો રસ બતાવ્યો છે અને અમારું માનવું છે કે ગુજરાત અમારું ટોચનું બજાર બને તેવી સંભાવના છે.

ગુજરાતીઓએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 400 કરોડથી વધુનું રોકાણ કર્યું
વરુણ શ્રીધરે જણાવ્યું કે, કંપની એકલા ગુજરાતમાં જ 10 લાખથી વધુ યુઝર્સ ધરાવે છે, જેમણે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 400 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. પેટીએમ મનીનો આશય આગામી કેટલાક મહિનાઓમાં નવી માસિક એસઆઈપી નોંધણીઓમાં 150 ટકાથી વધુનો ઊછાળો અને કુલ માસિક રોકાણ વોલ્યુમમાં 200 ટકાના વધારો કરવાનો આશય છે.

ગુજરાતમાં 10 લાખ ડિમેટ એકાઉન્ટ ખોળવાનો લક્ષ્યાંક
કંપનીની સ્ટોકબ્રોકિંગ પહેલ વણખેડાયેલા સેગ્મેન્ટમાં પ્રત્યક્ષ ઈક્વિટી રોકાણકારોને વધુ સક્રિય બનવામાં મદદ કરે છે. પેટીએમ મનીનો આશય આગામી 3 વર્ષમાં 50 લાખથી વધુ એકાઉન્ટ્સ ખોલાવવાનો છે અને તેને અપેક્ષા છે કે આ નવા યુઝર્સમાંથી 20 ટકાથી વધુ ગુજરાતમાંથી આવશે. ઈક્વિટીમાં ગુજરાત નવી ઓફર્સને વહેલા અપનાવતું હોવાનું જોવા મળ્યું છે. કંપનીના 25 ટકાથી વધુ ઈક્વિટી બ્રોકિંગ ગ્રાહકો ગુજરાતમાંથી આવે છે, જેઓ ઈટીએફ ધરાવે છે. ગુજરાતના ટોચના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા ગુજરાતના બધા જ યુઝર્સમાં 40 ટકાથી વધુનું યોગદાન આપે છે.

ગુજરાતનાં 30 શહેરોમાં પહોંચશે
શ્રીધરે જણાવ્યું કે, અમારું માનવું છે કે ગુજરાતની વ્યાપક વૃદ્ધિ યુવાનો મારફત થઈ છે, જેઓ એક મોબાઈલ ફોન પર તેમની સંપત્તિનું સંચાલન કરવા માગે છે અને ઈક્વિટીને વહેલી તકે અપનાવી રહ્યા છે. અમે આગામી 18થી 24 મહિનામાં ગુજરાતમાં 30થી વધુ શહેરોમાં પહોંચ બનાવીશું અને સતત નવીન સુવિધાઓ પૂરી પાડીશું. સ્થિર, સલામત, વ્યાપક અને બધાને ગમે તેવું પ્લેટફોર્મ પૂરું પાડવું તે તો માત્ર શરૂઆત જ છે.