ભાસ્કર ખાસ:પેટન્ટ ફાઇલિંગ, ટ્રેડમાર્ક-ISOના IPR ફાઇલિંગમાં વિશ્વમાં ભારત ટોપ-10માં પણ સામેલ નહીં: સરવે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો પરંતુ ઉદ્યોગો-કોર્પોરેટ ક્ષેત્રે IPRમાં જાગ્રતતાનો અભાવ

ટેક્નોલોજીના યુગમાં કોર્પોરેટ તથા નોન કોર્પોરેટ કંપનીઓ ઇનોવેટીવ રિસર્ચ તથા પ્રોડક્ટ રજૂ કરી રહી છે પરંતુ પ્રોડક્ટ કે રિસર્ચને ટ્રેડમાર્ક, પેટન્ટ, આઇએસઓ કરાવવામાં ભારત હજુ ઘણું પાછળ છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR)ના અધિકારો મેળવવા બાબતે ભારતની અનેક કંપનીઓ અજાણ છે. જ્યારે વિશ્વમાં ચીન, અમેરિકા અને જાપાનની કંપનીઓ તેમજ કોર્પોરેટ સેક્ટર ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે ભારત વિશ્વના ટોપ-10 દેશોમાં પણ આઇપીઆર ફાઇલીંગમાં સ્થાન ધરાવતું નથી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી આ બાબતે જાગ્રૃત્તા આવી રહી છે.

ભારતના 70 ટકાથી વધુ ઉદ્યોગ સાહસિક કંપનીઓ ટ્રેડમાર્ક, પેટન્ટ ડિઝાઇન તેમજ આઇએસઓ સર્ટિફિકેટ મેળવવા બાબતે હજુ ઘણી પાછળ રહ્યાં છે. જોકે વેપારને વેગ આપવા અને ઉદ્યોગસાહસિકોમાં જાગૃત્તા આવતા આઇપીઆર રજિસ્ટ્રેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધારો થવા લાગ્યો છે. આઇપીઆર ફાઇલિંગથી કંપનીઓના નફાના માર્જિન-નિકાસ ઓર્ડર મેળવવામાં વૃદ્ધિ થશે. ભારતમાં ટેક્નોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે તેમજ અનેક કંપનીઓ રિસર્ચ બેઝ્ડ કામ કરી રહી છે આ ઉપરાંત અનેક નાના ઉદ્યોગો પણ સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરીંગ કરી રહ્યાં છે અને મોટા પાયે નિકાસ ઓર્ડર મેળવી રહ્યાં છે પરંતુ હજુ સુધી તેઓએ પોતાની પ્રોડક્ટનું ટ્રેડમાર્ક-પેટન્ટ કે આઇપીઆર કરાવ્યું નથી.

જેના કારણે તેઓની પ્રોડક્ટની ચોરી થઇ શકે છે. તેના જેવી પ્રોડક્ટ અન્ય લોકો પણ બનાવી શકે છે આમ ન બને તે માટે આઇપીઆર અતી આવશ્યક છે. તાજેતરમાં “ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર) - પેટન્ટ એન્ડ ડિઝાઈન્સ પ્રોસેસ” પર ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી વેબિનરનું આયોજન કર્યું હતું. આ વેબીનારમાં 200થી વધુ ઉદ્યોગપતિઓ, ફેકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કોલર્સ, યુજી અને વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટેક્નોલોજીના સમયમાં ઉદ્યોગકાર, રિસર્ચકર્તાને આવેલ આઇડિયા લીક ન થઇ જાય તે માટે આઇપીઆર જરૂરી છે.

દેશમાં 2019માં માત્ર 46 ટકા જ આઇપીઆર ફાઇલિંગ થયું છે જેમાં વધારો થાય તે જરૂરી છે. એટલું જ નહીં બ્રાન્ડ ઇમેજને વેગ આપવા માટે પણ ટ્રેડમાર્ક, પેટન્ટ, આઇએસઓ રજીસ્ટ્રેશનની જરૂરીયાત રહે છે તેવો નિર્દેશ અતુલ બેકરીના ચેરમેન અતુલ વેકરીયાએ દર્શાવ્યો હતો. વધુમાં વેપાર વૃદ્ધિ માટે ઉપરોક્ત બાબતોની જરૂરીયાત અતિઆવશ્યક છે.

નિકાસ-નફામાં વૃદ્ધિ માટે IPR અતિઆવશ્યક
ઔદ્યોગિક તેમજ કોર્પોરેટ સેક્ટર માટે નિકાસ અને નફામાં વૃદ્ધિ કરવી હશે તો આઇપીઆર ફાઇલીંગ કરાવવું જરૂરી બનશે. પોતાની પ્રોડક્ટની કોપી ન થાય અને માર્કેટમાં તેમની મોનોપોલી જળવાઇ રહે તે હેતુથી કંપનીઓ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સના અધિકારો મેળવે તે જરૂરી છે. > ડો.અવની ઉમ્મત, પ્રોવોસ્ટ-ટીમલીઝ સ્કિલ્સ યુનિ.

ઓનલાઇન બિઝનેસ કરનાર દરેક માટે સર્ટિફિકેશન જરૂરી
ઇ-કોમર્સનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે ઉદ્યોગકારોએ ઓનલાઇન પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટને વેચવી હશે તો તેઓએ ટ્રેડમાર્ક, પેટન્ટ, આઇએસઓ તેમજ ડિઝાઇન જેવા રજીસ્ટ્રેશનની જરૂર પડે છે. ગુજરાતની હજુ 40% જેટલી કંપનીઓ પાસે જ ઉપરોક્ત સર્ટિફિકેશન છે. છેલ્લા ત્રણેક વર્ષથી આઇપીઆરની ડિમાન્ડ વધી છે. > હાર્દિક બ્રહ્મભટ્ટ, ડિરેક્ટર-કોપીહાર્ટ

અન્ય સમાચારો પણ છે...