ટર્નઓવર:પતંજલિ ગ્રુપનું ટર્નઓવર 5 વર્ષમાં રૂ.1 લાખ કરોડને આંબશે, ચાર IPO લાવશે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ-વેલનેસનો IPO લૉન્ચ કરશે

પતંજલિ ગ્રૂપ હવે પોતાની ચાર કંપનીઓને શેરમાર્કેટમાં લિસ્ટ કરવા માટે તૈયાર છે. રૂચિ સોયાને મળેલી સફળતા બાદ હવે પતંજલિ જૂથ વધુ 4 IPOને માર્કેટમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે. પતંજલિ કંપનીના વિઝન વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે કંપની આગામી પાંચ વર્ષમાં 5 લાખ લોકોને રોજગારીની તકો પૂરી પાડશે.

અત્યારે પતંજલિ ગ્રૂપનું ટર્નઓવર રૂ. 40,000 કરોડ છે. ગ્રૂપનું ટર્નઓવર આગામી 5-7 વર્ષમાં રૂ. 1 લાખ કરોડને પાર થશે તેવો આશાવાદ બાબા રામદેવે વ્યક્ત કર્યો હતો. પતંજલિ ગ્રૂપની કંપની પતંજલિ ફૂડ્સ પહેલાથી જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે અને તેનું માર્કેટ કેપ પણ રૂ. 50,000 કરોડને આંબ્યું છે. અમે આાગામી પાંચ વર્ષમાં અન્ય ચાર આઇપીઓ લાવવા માટે પણ તૈયાર છીએ. પતંજલિ ગ્રૂપ પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ અને પતંજલિ વેલનેસનો આઇપીઓ લાવશે. જેમાં પતંજલિ આયુર્વેદનો પહેલો IPO આવશે.

પતંજલિ આયુર્વેદ IPOની દૃષ્ટિએ મજબૂત કંપની છે. તદુપરાંત ગ્રાહકોની સંખ્યા, નફાકારકતા તેમજ ઉજ્જવળ ભવિષ્યને જોતા તે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવા માટે વધુ યોગ્ય છે. બીજો આઇપીઓ પતંજલિ મેડિસિનનો લોન્ચ થઇ શકે છે, જે દિવ્ય ફાર્મસીની માલિકી ધરાવે છે અને ત્યારબાદ પતંજલિ વેલનેસ જે ભારતમાં હોસ્પિટલ તેમજ OPD ચેઇનનું સંચાલન કરે છે.

ગ્રૂપે R&Dમાં રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું
પતંજલિ ગ્રૂપે પોતાની ટેસ્ટિંગ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રૂ.500 થી રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યુ છે. માર્કેટમાં પતંજલિની કોઇપણ પ્રોડક્ટ્સ લોન્ચ થાય તે પહેલા તેની અનેક વખત લેબમાં ચકાસણી કરવામાં આવે છે. તે ઉપરાંત કંપની કેટલાક દેશોમાં પ્રોડક્ટ્સની નિકાસ કરે છે જેમાં ગુણવત્તાના ઉચ્ચ માપદંડો આવશ્યક હોય છે.

અન્ય સમાચારો પણ છે...