ફ્રેન્ચાઇઝી / પેનાસોનિકે અમદાવાદમાં દેશનો પ્રથમ પ્રીમિયમ મોડ્યુલર કિચન ફ્રેન્ચાઇઝી સ્ટોર શરૂ કર્યો

પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર દિનેશ અગરવાલ
પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર દિનેશ અગરવાલ

  • અમદાવાદમાં પ્રીમિયમ મોડ્યુલર કિચનનું રૂ. 80 કરોડનું માર્કેટ
  • 2020 સુધીમાં દેશના 31 શહેરોમાં ફ્રેન્ચાઇઝી સ્ટોર શરુ કરવાની યોજના

divyabhaskar.com

May 10, 2019, 06:38 PM IST

અમદાવાદ: પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયન પ્રાયવેટ લિમીટેડે દેશનો પ્રથમ પ્રીમિયમ એલ-ક્લાસ મોડ્યુલર કિચન ફ્રેન્ચાઇઝી સ્ટોર અમદાવાદ ખાતે શરુ કર્યો હતો. કંપનીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જે રીતે હાઉસીંગની ડિમાન્ડ વધી રહી છે તેને જોતા આગામી સમયમાં અહી પ્રીમિયમ મોડ્યુલર કિચનની માગ વધશે અને તેને ધ્યાનમાં રાખીને અમે અમદાવાદમાં પ્રથમ સ્ટોર શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. પેનાસોનિક ટાયર-1 અને ટાયર-2 શહેરોને સર કરીને મોડ્યૂલર કિચન સ્ટોર્સમાં ઝડપી વિસ્તાર કરવા ધારે છે અને 2020 સુધીમાં દેશના 31 શહેરોમાં ફ્રેન્ચાઇઝી સ્ટોર શરુ કરવાની યોજના છે.

ગુજરાતમાં પ્રીમિયમ મોડ્યુલર કિચનનો વપરાશ વધી રહ્યો છે
કંપનીના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર દિનેશ અગરવાલે જણાવ્યું હતું કે, ભારતમાં દક્ષિણના રાજ્યોમાં અને ગુજરાતમાં પ્રીમિયમ મોડ્યુલર કિચનનો વપરાશ વધી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અહી પ્રીમિયમ મોડ્યુલર કિચનનું માર્કેટ રૂ. 80 કરોડથી વધારેનું છે અને દર વર્ષે તેમાં 21%ની વૃદ્ધિ થઇ રહી છે.

આવતા ત્રણ વર્ષમાં 5% બજાર હિસ્સો મેળવવાનું લક્ષયાંક
દિનેશ અગરવાલે જણાવ્યું કે, ભારતમાં કિચનનું બજાર રૂ. 9,000 કરોડનું છે જેમાંથી મોડ્યુલર કિચનનું માર્કેટ રૂ. 4,800 કરોડનું છે. અમે ભારતીય બજારમાં એક વર્ષથી સક્રિય થયા છીએ અને આવતા ત્રણ વર્ષમાં અમે પ્રીમિયમ મોડ્યુલર કિચન માર્કેટમાં 5% હિસ્સેદારી મેળવવાનો લક્ષયાંક રાખીએ છીએ.

X
પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર દિનેશ અગરવાલપેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર દિનેશ અગરવાલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી