સંકટ / IMF પેકેજ બાદ પાકિસ્તાન અર્થવ્યવસ્થાની કમર તૂટી, ભારતીય કરન્સી સામે પાકિસ્તાની રૂપિયાની અડધી કિંમત

Pakistan’s rupee and stocks fell

  • IMFથી બેલઆઉટ પેકેજ માટે પાકિસ્તાની સરકારે જે શરતો મંજૂર રાખી તેને લઇ અટકળોનું બજાર ગરમ 
  • રોકાણકારોને પાકિસ્તાનના ભવિષ્યને લઇને ડર, પાકિસ્તાની રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે

divyabhaskar.com

May 18, 2019, 10:39 AM IST

નવી દિલ્હી/ઇસ્લામાબાદઃ ભારતીય રૂપિયો પાડોશી દેશ પાકિસ્તાની રૂપિયાથી બમણી કિંમતનો થઇ ગયો છે. શુક્રવારે ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 70 પર હતો જ્યારે પાકિસ્તાની રૂપિયો 150ના સ્તરે પહોંચી ગયો. છેલ્લાં કેટલાંક મહિનાથી પાકિસ્તાની રૂપિયો સતત નીચલા સ્તરે છે, પરંતુ આ વર્ષે માર્ચ સુધી ભારતીય રૂપિયાની સરખામણીએ તેની કિંમત અડધી પણ નથી થઇ.


અટકળોથી સંકટ વધ્યું
આ સપ્તાહે પાકિસ્તાની રૂપિયો નીચલા સ્તર પર આવી ગયો છે. થોડાં દિવસ અગાઉ IMF (ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ) પાકિસ્તાનને 6 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ આપવા સહમત થયું હતું. IMF 1980થી અત્યાર સુધી પાકિસ્તાનને 12 વખત રાહત પેકેજ આપી ચૂક્યું છે અને આ વખતે નાણાકીય સંકટમાંથી બહાર આવવા પાકને 13મું પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


એશિયાની સૌથી વધુ કમજોર કરન્સી
પાકિસ્તાની રૂપિયાનો ભાવ છેલ્લાં એક વર્ષમાં 20 ટકાથી વધુ ઘટી ગયો છે અને આ ડોલરની સરખામણીએ એશિયાની સૌથી ખરાબ ચલણ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, કમજોર કરન્સીના કારણે દેશમાં મોંઘવારી વધી રહી છે. હાલ પાકિસ્તાન 8 ટકાની મોંઘવારી દરનો સામનો કરી રહ્યું છે. અહીં વીજળીની સાથે સાથે પેટ્રોલ-ડિઝલ, ગેસ જેવા ઇંધણના દામ ચરમસીમા પર છે.


રોકાણકારોનો ડર વધ્યો
પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને રાહત પેકેજ માટે આઇએમએફની કઇ-કઇ શરતો મંજૂર રાખી, તેની અટકળો આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. રોકાણકારો પાકિસ્તાનમાં ડોલરની અપૂરતા પુવરઠાથી ડરેલા છે. આઇએમએફએ બજાર-નિર્ધારિત એક્સચેન્જ રેટની વાત કહી હતી, પરંતુ વાસ્તવિક શરતો પર હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય આવ્યો નથી.

પાકિસ્તાન સરકારની કવાયત
પાકિસ્તાની સરકારે ગગડતા રૂપિયાને બચાવવા એક સમિતિ બનાવી છે. સરકાર કદાચ ટૂર માટે વિદેશ જઇ રહેલા પાકિસ્તાનીઓને સીમિત માત્રામાં ડોલર આપવાનો નિર્ણય લઇ શકે છે. આ રકમ 10,000 ડોલરથી ઘટાડીને 3,000 ડોલર થઇ શકે છે. આ નિર્ણયથી પાકિસ્તાનના ખજાનામાં એક વર્ષમાં 2 અબજ ડોલર વધુ બચી શકશે.

દયનીય સ્થિતિમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ
પાકિસ્તાનની કેન્દ્રિય બેન્ક સોમવારે નવા નીતિગત દરોની જાહેરાત કરશે. તેણે ગુરૂવારે જણાવ્યું કે, 10 મેના રોજ પુરાં થયેલા અઠવાડિયામાં પાકિસ્તાનની ફોરેન એક્સચેન્જ રિઝર્વ 13.80 અબજ ડોલર ઘટાડીને 8.846 અબજ ડોલર બચ્યો છે. આ રકમથી પાકિસ્તાન ત્રણ મહિનાથી પણ ઓછી જરૂરી સામાગ્રી આયાત કરી શકે છે.

X
Pakistan’s rupee and stocks fell
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી