તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • If The Lockdown Continues For Another Week, One third Of The Country's Families Will Be On The Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMIE સર્વે:વધુ એક સપ્તાહ માટે લોકડાઉન વધ્યુ તો દેશના એક તૃતીયાંશ પરિવારો રસ્તા પર આવી જશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશમાં લોકડાઉનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પુરો થશે, જોકે 18 મેથી નવા નિયમ સાથે ફરીથી શરૂ થઈ શકે છે
 • ઓછી આવક ધરાવતા વર્ગને ઝડપથી મદદ ન મળી તો કુપોષણ અને ગરીબીના કારણે થનારી અન્ય સમસ્યાઓમાં વધારો થશે

કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે સરકારે જે લોકડાઉનની શરૂઆત 25 માર્ચથી કરી હતી, તે ત્રણ તબક્કા બાદ ચોથા તબક્કામાં પણ ચાલુ જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ અંગેની જાહેરાત કરી છે. આ દરમિયાન સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન જો એક સપ્તાહ વધુ આગળ વધ્યું તો ભારતીય પરિવારોમાંથી એક તૃતીયાંશથી વધુની પાસે જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ પૂર્ણ થઈ જશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂર્ણ થશે.

84 ટકાથી વધુ ઘરોમાં માસિક આવક ઘટી

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિએ કોરોનાવાઈરસના કારણે લાગુ થયેલા લોકડાઉનની ઘરેલુ આવક પર શું અસર પડી તે આધારિત સ્ટડી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 84 ટકાથી વધુ ઘરોની માસિક આવકમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં કામકાજ કરતા લોકો પૈકીના 25 ટકા હાલ બેરોજગાર થઈ ચૂક્યા છે.

દેશમાં 34 ટકા ઘરોની સ્થિતિ ખરાબ

આ અંગે સીએમઆઈઆઈએના ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક કૃષ્ણને કહ્યું કે જો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો 34 ટકા ઘરોની સ્થિતિ ખરાબ થઈ ચૂક છે. તેમની પાસે એક સપ્તાહ જીવન જીવવા માટે જોઈએ તેટલી જ વસ્તુઓ હવે વધી છે. એક સપ્તાહ બાદ તેમની પાસે કઈ જ નહિ બચે. તેમણે એ પણ કહ્યું કે સમાજમાં ઓછી આવક ધરાવતા લોકોને તરત મદદ કરવાની જરૂરિયાત છે. તેના માટે આવા વર્ગના લોકોને ઝડપથી કેશ ટ્રાન્સફર કરવાની જરૂરિયાત છે. જો સરકારે ઝડપથી મદદ ન કરી તો કુપોષણ અને ગરીબીના કારણે થનારે અન્ય સમસ્યાઓમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે.

2.70  કરોડ યુવાઓની નોકરી ગઈ

સીએમઆઈઈની સ્ટડીના જણાવ્યા મુજબ દેશમાં બેરોજગારીનો આંકડો પણ ઝડપથી વધ્યો છે. 21 માર્ચે ભારતમાં બેરોજગારી દર 7.4 ટકા હતો, જે 5 મેના રોજ વધીને 25.5 ટકા થઈ ગયો છે. સ્ટડીના જણાવ્યા મુજબ દેશમાં 20થી 30 વર્ષની ઉંમરના 2 કરોડ 70 લાખ યુવાઓને એપ્રિલમાં નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

બિહાર, હરિયાણા, ઝારખંડ જેવા રાજ્યોની ચિંતા

બેરોજગારી વધવાને કારણે દેશના મોટાભાગના ઘરોમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. ભારતના શહેર અને ગ્રામીણ વિસ્તારોની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં 65 ટકા પરિવારોની પાસે 1 સપ્તાહથી વધુ જીવન જીવા માટે ચાલે તેટલી વસ્તુઓ છે, જ્યારે ગ્રામીણ ઘરોમાં 54 ટકા લોકોએ કહ્યું કે તેમની પાસે 1 સપ્તાહથી વધુ સમય સુધી ચાલે તેટલી વસ્તુઓ બચી છે. દિલ્હી, પંજાબ અને કર્ણાટક જેવા રાજ્યોમાં લોકડાઉનની અસર ઓછ થઈ છે, જ્યારે બિહાર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં લોનના કારણે લોકોની આવક પર ખૂબ જ અસર પડી છે.

આ સ્ટડી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિના ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક કૃષ્ણન, યુનિવર્સિટી ઓફ શિકાગોમાં બૂથ સ્કુલ ઓફ બિઝનેસના પ્રોફેસર મૈરિઅન બટ્રેંડ અને યુનિવર્સિટી ઓફ પેંસિલ્વેનિયામાં વ્હાર્ટન સ્કૂલમાં સહાયક પ્રોફેસર હીથર શોફિલ્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો