• Home
  • Business
  • Over 1.42 lakh workers of Gujarat are given Rs. 278 crores salary

સંકટમાં સહાય / ગુજરાતના 1.42 લાખથી વધુ કામદારોને રૂ. 278 કરોડનુ વેતન ચૂકવવામાં આવ્યું

Over 1.42 lakh workers of Gujarat are given Rs. 278 crores salary
X
Over 1.42 lakh workers of Gujarat are given Rs. 278 crores salary

  • શ્રમ વિભાગે 1400 એકમોનો સંપર્ક કરીને કામદારોને વેતનની ચૂકવણી કરાવી

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 12:01 PM IST

અમદાવાદ. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની દરમ્યાનગીરીથી ગુજરાતના 1400 એકમોના 1.42 લાખથી વધુ કામદારોને રૂ. 278 કરોડનુ વેતન ચૂકવવામાં આવ્યું છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા તા. 25મી માર્ચથી દેશવ્યાપી લૉકડાઉન અમલમાં આવ્યું તે પછી, જીલ્લા કલેકટરોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 34 હેઠળ જાહેરનામુ બહાર પાડીને ઉદ્યોગો, દુકાનો,  અને અન્ય વાણિજ્યિક  એકમોને કોઈ પણ જાતની કપાત કર્યા વગર વેતન ચૂકવવાની તારીખે વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. આ જાહેરનામુ શ્રમ અને રોજગાર વિભાગની માર્ગરેખાઓને અનુસરીને બહાર પાડવામાં આવ્યું હતું. 

શ્રમ વિભાગ દ્વારા માલિકોને 4000થી વધુ ફોન કરવામાં આવ્યા
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે, અમે માલિકો સુધી પહોંચી સમયસર વેતન ચૂકવાય તેની ખાત્રી કરવા જણાવ્યું હતું. 5 એપ્રિલની સ્થિતિએ માલિકોને 4,000થી વધુ ફોન કરવામાં આવ્યા હતા. જયારે વધુ 1800નો સંપર્ક ઈમેઈલ અને વોટ્સએપના માધ્યમથી કરવામાં આવ્યો હતો. આ સંપર્ક કાર્યક્રમને કારણે આશરે 1400 એકમોના 1.42 લાખથી વધુ  કામદારોને રૂ. 278.80 કરોડ વેતન ચૂકવી દેવામાં આવ્યું છે.

પગાર સંબંધિત ફરિયાદો માટે હેલ્પલાઇન શરુ કરાઈ
મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વેતન નહી ચૂકવાયાની ફરિયાદો હલ કરવા માટે 5 એપ્રિલથી એક હેલ્પલાઈન નંબર 155372 શરૂ કર્યો છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે ફરિયાદ મળ્યાના 24 કલાકમાં તેનુ નિવારણ થઈ જાય. આ સંબંધમાં અમે નિયમિત ધોરણે જીલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રહ્યા છીએ. કામદારોના પ્રશ્નોના નિવારણ માટે લેબર કમિશનરની ઓફિસમાં એક કન્ટ્રોલ રૂમની  સ્થાપના કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી