જોબ માર્કેટ / ભારતમાં આગામી 6 મહિનામાં 11.5 લાખ રોજગારીનું સર્જન થવાની સંભાવના

Over 11 lakh new job creation possible in India in next six months
X
Over 11 lakh new job creation possible in India in next six months

  • અમદાવાદમાં રોજગારીની ચોખ્ખી સંભવિતતામાં 3% સુધીનો સુધારો થયો
  • ટ્રાવેલ, હોસ્પિટાલિટી, બીપીઓ અને આઇટી ક્ષેત્રે રોજગારીની તકો વધી

divyabhaskar.com

May 09, 2019, 05:31 PM IST

અમદાવાદ: કમ્પોઝિટ સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસીસે એપ્રિલથી સપ્ટેમ્બર, 2019નાં ગાળા માટે તેનો છમાસિક ‘એમ્પ્લોયમેન્ટ આઉટલૂક રિપોર્ટ’ લોંચ કર્યો હતો. આ રિપોર્ટમાં રોજગારીની ચોખ્ખી સંભવિતતામાં 3%નાં વધારાની અને આ ગાળામાં 11.5 લાખ વધારાની રોજગારીનું સર્જન થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ, આશરે 57%  ઉદ્યોગો તેમની રોજગારીની ચોખ્ખી સંભવિતતામાં વધારો થવાની આશા વ્યક્ત કરે છે. ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી તથા બીપીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ક્ષેત્રોમાં રોજગારીમાં 4%ની વધારાની ધારણા સાથે ઉદ્યોગોમાં અગ્રણી છે. ટીમલીઝ સર્વિસીસનાં સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ રિતુપર્ણા ચક્રવર્તીએ કહ્યું કે, સ્ટોક માર્કેટની તેજી અને રોકાણમાં વધારાએ ઊભું કરેલ પોઝિટવ બિઝનેસ આઉટલૂક રોજગારીની સંભવિતતા પર સંબંધિત અસર ઊભી કરશે એવું જણાય છે. એમાં રોજગારીની  ચોખ્ખી સંભવિતતામાં સુધારો થોય છે, જેમાં ગયા અર્ધવાર્ષિક ગાળામાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ચાલુ અર્ધવાર્ષિક ગાળામાં 3 ટકાનો વધારો થયો હતો.

અમદાવાદમાં નવી રોજગારી માટે સંભાવના વધી

ઓક્ટોબરથી માર્ચ, 2018-19ની સરખામણીમાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2019-20, અર્ધવાર્ષિક ગાળા માટે સર્વેમાં સામેલ 14 શહેરોમાંથી સાત શહેરોની સંભવિતતામાં સુધારો થયો હતો અને બાકીનાં અડધોઅડધ શહેરોની સંભવિતતામાં ઘટાડો જોવા મળ્યો છે. આ રીપોર્ટ મુજબ રોજગારીની ચોખ્ખી સંભવિતતામાં પુણેમાં 5%, કોઇમ્બતૂરમાં 4%, ઇન્દોર 4%, ચેન્નાઈ 3%, અમદાવાદ 3%, કોલકાતા 3%અને દિલ્હીમાં 2%નો વધારો થયો છે.

2. અંદાજે 17% રોજગારી ફ્રેશ ગ્રેજ્યુએટને મળશે

રિપોર્ટ મુજબ રિટેલ, લોજિસ્ટિક્સ, શૈક્ષણિક સેવાઓ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ અને ડ્યુરેબલ્સ જ અનુક્રમે આશરે 1.66 લાખ, 1.49 લાખ, 1.17 લાખ અને 1.10 લાખનો ઉમેરો કરશે. એપ્રિલથી સપ્ટેમ્બર, 2019 દરમિયાન તમામ નવી રોજગારીમાંથી અંદાજે 17% રોજગારી ફ્રેશ ગ્રેજ્યુએટને મળશે, જે વોલ્યુમ હાયરિંગમાં વધારાનો સંકેત છે. ચૂંટણી અને નવી સરકારની રચનાથી સેન્ટિમેન્ટ વધારે મજબૂત અને સાનુકૂળ થશે.

3. વિશ્વ સ્તરે પણ નોકરીની તકો વધશે

આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં મંદીનાં જોખમનો ડર દૂર થવાની સાથે આગામી એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળા માટે યુરોપ, મધ્ય પૂર્વ અને એપીએસી માટે રોજગારીની ચોખ્ખી સંભવિતતામાં સુધારો થયો છે. યુરોપમાં રોજગારીની ચોખ્ખી સંભવિતતામાં સૌથી વધુ 3%નો વધારો જોવા મળ્યો હતો, ત્યારબાદ મધ્ય પૂર્વમાં 2% અને એપીએસીમાં 1% વધારો જોવા મળ્યો હતો. અમેરિકા માટે સંભવિતતા 42 ટકાનાં દરે સ્થિર જળવાઈ રહી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી