• Home
  • Business
  • Out of the 1300 companies listed on the NSE, 410 started operations, but lack of demand is a major problem.

બેક ટુ વર્ક / NSE પર લિસ્ટેડ 1300 કંપનીઓમાંથી 410 કંપનીઓએ કામ શરૂ કર્યું, પરંતુ માંગનો અભાવ એક મોટી સમસ્યા છે

Out of the 1300 companies listed on the NSE, 410 started operations, but lack of demand is a major problem.
X
Out of the 1300 companies listed on the NSE, 410 started operations, but lack of demand is a major problem.

  • મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ જેવી કંપનીઓએ કામ શરૂ કર્યું
  • એપ્રિલના મધ્યમાં વીજળીની માંગમાં 27% ઘટાડો થયો હતો તે મેમાં માત્ર 14% ઓછો છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:23 PM IST

મુંબઈ. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)માં લિસ્ટેડ બિન-સેવા ઉત્પાદક કંપનીઓમાંથી ત્રીજા ભાગની કંપનીઓએ પોતાની કામગીરી ફરીથી શરૂ કરી છે. જોકે, માંગમાં અછત છે અને અનેક પ્રકારના અવરોધ ચાલુ છે. એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓ દ્વારા ફાઈલ થયેલા ડેટા બતાવે છે કે 1300 કંપનીઓમાંથી 410 કંપનીઓએ ફરીથી કામગીરી શરૂ કરી છે.

જે નોન-સર્વિસ કંપનીઓ કામગીરી શરૂ કરી છે તેમાં આઇટીસી, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, એશિયન પેઇન્ટ્સ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, વ્હર્લપૂલ ઇન્ડિયા, બોશ, વેલસ્પન અને ટાટા કેમિકલ્સનો સમાવેશ થાય છે. સિમેન્ટ, ટાયર, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 20 એપ્રિલથી 22 મેની વચ્ચે આંશિક ધોરણે ફરી ધંધાનો પ્રારંભ કર્યો હતો. માલસામાનની અવરજવરને પણ સરળ બનાવવામાં આવી છે.

કોર્પોરેટ અધિકારીઓએ જણાવ્યું કે તેમની ટીમ બજારની માંગ પર નજર રાખી રહી છે. ટાટા કેમિકલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને અત્યાર સુધી મળેલા રીપોર્ટથી અમને ઓપરેશનલ ક્ષમતાઓમાં સુધારો કરવાની અને અમારી વૃદ્ધિની વ્યૂહરચનાની સમીક્ષા કરવાની તક મળી છે. અમે રેલવેના માધ્યમથી ઉત્પાદનોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવામાં સક્ષમ છીએ.

આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થયો
મધ્ય એપ્રિલથી આર્થિક પ્રવૃત્તિમાં સુધારણાના કેટલાક સંકેતો મળ્યા છે, પરંતુ સંપૂર્ણ રીકવરી માટે હજી લાંબી મજલ બાકી છે. ક્રેડિટ સુઈસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વીજળીની માંગ જે એપ્રિલના મધ્યમાં 27% ઓછી હતી તે મે મહિનામાં માત્ર 14% નીચે છે. એ જ રીતે, ઇ-વે બિલ જનરેશન, જે એપ્રિલમાં 80% ઘટ્યું હતું, તે હવે ફક્ત 60% નીચે છે. મહાનગરોમાં ટ્રાફિક ભીડ હજી પણ 15-40% છે.

બીજી બાજુ, ઓટો કંપનીઓએ ફરીથી ઉત્પાદન શરૂ કર્યું છે, પરંતુ વાહનોની નોંધણી હજી પણ 90% ઓછી છે, કારણ કે મોટાભાગના ડીલરોએ હજી સુધી કામ શરૂ કર્યું નથી. સિમેન્ટ કંપનીઓ 50% ક્ષમતા પર કામ કરી રહી છે, કારણ કે માંગ અનિશ્ચિતતાને કારણે ડીલરો સ્ટોક કરવા તૈયાર નથી. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં સિમેન્ટનું વેચાણ સામાન્ય કરતા 65-70% વધારે છે.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં ઘરેલું સ્ટીલની કિંમત આ અઠવાડિયે એક ટન દીઠ રૂ. 1000 ઘટી ગઈ છે, કારણ કે ઉદ્યોગને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એડલવાઈઝ સિક્યોરિટીઝના વિશ્લેષક અમિત દિક્ષિતે જણાવ્યું હતું કે, અમારી ચેનલ તપાસ સૂચવે છે કે મજૂરોની ગેરહાજરીને કારણે વ્યવસાય હજી પણ સામાન્ય સ્તરના આશરે 15-20% જેટલો છે. ઉપરાંત, પેમેન્ટ સાઈકલમાં વિક્ષેપ અને અનિશ્ચિતતાથી મુશ્કેલી યથાવત છે.

કેલોગ સાઉથ એશિયાના એમડી મોહિત આનંદે જણાવ્યું હતું કે, લોકડાઉન, મજૂર, પરિવહન અને પરવાનગી માટેની પડકારો તમામ શહેરો અને રાજ્ય માટે છે. તેમણે કહ્યું કે, અમે અમારી સુવિધાઓ ફરી શરૂ કરી છે અને માંગને પહોંચી વળવા માટે હવે ઉત્પાદનને સામાન્ય સ્તરે પાછું લાવવા માટે તૈયાર છીએ.

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના એમડી સંજીવ પ્રસાદે જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક પ્રવૃત્તિ માટે ગ્રીન અને ઓરેંજ ઝોન ખોલશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી