તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SEBIની સુપ્રીમ કોર્ટમાં અપીલ:સહારા ઇન્ડિયા પાસેથી 62 હજાર કરોડ વસૂલવા સેબી સુપ્રીમમાં, સુબ્રતો રોય હાલ જામીન પર, ફરી ધરપકડની માગ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે સહારા ગ્રુપ રોકાણકારોના તમામ નાણાં 15 ટકા વ્યાજથી SEBI સમક્ષ જમા કરાવે
  • SEBI એ સુપ્રીમ કોર્ટને કહ્યું- સહારા ગ્રુપ 8 વર્ષથી કોર્ટના આદેશનું પાલન કરી રહ્યું નથી

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સહારા જૂથ પાસેથી રૂ. 62,602 કરોડની વસૂલાત માટે ફરી સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. સેબીએ આ રકમ સહારાના વડા સુબ્રતો રોય અને તેમની બે કંપની પાસેથી લેવાની છે.

જામીન રદ કરવાની માગ
સેબીએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે જો સહારાના વડા રોકાણકારોના પૈસા જમા ના કરાવે, તો તેમની જામીન રદ કરવામાં આવે. તેમની ફરી ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવે. સુબ્રતો રોયની બે કંપની સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ અને સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટે સુપ્રીમકોર્ટના 2012, 2015ના આદેશોનું પણ પાલન નથી કર્યું. આ આદેશોમાં સુપ્રીમકોર્ટે સહારાને રોકાણકારો પાસેથી લીધેલી રકમ 15% વ્યાજ સાથે પાછી આપવાનું કહ્યું હતું.

જાણી જોઈને રકમ ન ચૂકવવાનો આરોપ
સહારા જૂથે કોર્ટના આદેશ પછી મૂડીનો અમુક હિસ્સો પાછો આપ્યો હતો, જ્યારે રૂ. 62,602 કરોડ હજુ પણ બાકી છે. સેબીનો આરોપ છે કે સહારા જૂથ જાણીજોઈને આ રકમ નથી ચૂકવી રહ્યું, જેનાથી કોર્ટના આદેશોની અવમાનના થઈ છે. છેલ્લાં આઠ વર્ષથી ચુકવણી બાકી હોવાથી સેબીએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વર્ષ 2016માં જામીન મળ્યા બાદ સુબ્રત રોય જેલની બહાર આવ્યા હતા
સહારા ગ્રુપ ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર રહી ચુક્યા છે. ગ્રુપનો રોકાણકારોના હજારો કરોડ રૂપિયાને લઈ SEBI સાથે વિવાદ ચાલી રહ્યો છે. સહારા ગ્રુપે આ નાણાં બોન્ડ સ્કીમ મારફતે એકત્રિત કર્યા હતા. બાદમાં આ સ્કીમ્સ ગેરકાયદેસર ઠરાવવામાં આવી હતી. આ કેસમાં સુબ્રત રોયનુ કહેવું છે કે કંઈ પણ ખોટું થયુ નથી. કોર્ટના અનાદર કેસમાં વર્ષ 2014માં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2016થી તેઓ જામીન પર જેલમાંથી બહાર આવેલા છે.

ફક્ત મૂળ રકમનો એક હિસ્સો જ જમા કર્યો
SEBIએ કોર્ટમાં કહ્યું છે કે સહારાએ હજુ સુધી આદેશનું પાલન કરવા માટે કંઈ જ કહ્યું નથી. બીજી બાજુ કોર્ટનો અનાદર કરનારા પાસે લેણાની મોટી રકમનો આંકડો સતત વધી રહ્યો છે અને તે કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ આનંદ માણી રહ્યા છે. SEBI એ કહ્યું કે સહારા ગ્રુપે મૂળ રકમનો ફક્ત એક જ હિસ્સો જમા કર્યો છે. વ્યાજ સહિત બાકી લેણી નિકળતી રકમનું પ્રમાણ રૂપિયા 62 હજાર કરોડ છે.

સહારાએ કહ્યું- SEBIને રૂપિયા 22 હજાર કરોડ આપ્યા
સહારા ગ્રુપનું કહેવું છે કે અમે SEBI ને 22 હજાર કરોડ રૂપિયા આપ્યા છે, પણ SEBI એ રોકાણકારોને ફક્ત રૂપિયા 106.10 કરોડ જ આપ્યા છે. ગ્રુપે કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. સહારા ઈન્ડિયા પરિવારે તાજેતરમાં જ અખબારોમાં જાહેરાત આપી કહ્યું હતું કે કંપનીના વડા સુબ્રત રોય સહારા અથવા સહારા ઈન્ડિયા પરિવાર સામે ફક્ત આરોપ છે. આ આરોપ એ છે કે તેઓ રોકાણકારોના નાણાં પરત કરવામાં સમય લઈ રહ્યા છે. જોકે તે આ વિલંબ પર વ્યાજની પણ ચુકવણી કરી રહ્યું છે.

સહારા 8 વર્ષથી શરતનું પાલન કરી રહ્યું છે
સહારાએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે છેલ્લા 8 વર્ષથી જે શરત રજૂ કરી છે, તે પ્રમાણે કંપની પોતાની મિલકતોનું વેચાણ કરીને નાણાં ચુકવી રહી છે. સુપ્રીમ કોર્ટની શરત પ્રમાણે સમગ્ર સહારા ગ્રુપની કોઈ પણ સંપતિના વેચાણથી મળેલા પૈસા, સંયુક્ત સાહસથી મળનારા પૈસા સહારા-SEBI ના ખાતામાં જમા કરાવવા પડશે. સહારાએ કહ્યું છે કે તેમને 8 વર્ષ એક પણ રૂપિયાનો ઉપયોગ કર્યો નથી. તમામ નાણાં આ ખાતામાં જમા થઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો