તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્થતંત્ર પાટે ચઢશે:ભારતના અર્થતંત્રમાં સુધારાનો આશાવાદ રેટિંગ એજન્સીઓએ અંદાજમાં સુધારો કર્યો

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની આર્થિક ગતિવિધિઓ કોવિડ-19ના પ્રિ-સ્તરે પહોંચી છે. તહેવારની સિઝનમાં ગ્રાહકોની ખરીદ ક્ષમતામાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વિવિધ રેટિંગ એજન્સીઓ પણ રેટિંગ ગ્રોથમાં વધારો કરી રહી છે. મૂડીઝે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ અંદાજ અગાઉના -11.5 ટકાથી સુધારી -10.6 ટકા કર્યો છે. મેન્યુફેક્ચરિંગ અને રોજગાર સર્જનને આપવામાં આવેલી પ્રાથમિકતાને જોતાં દેશનો જીડીપી લાંબાગાળે વધવાનો આશાવાદ છે.

ગત સપ્તાહે સરકારે રૂ. 2.7 લાખ કરોડના નાણાકીય પેકેજની જાહેરાત કરી છે. મૂડીઝે જણાવ્યુ હતુ કે, ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હરીફાઈમાં અને રોજગારમાં વૃદ્ધિને માટે પગલાંઓ લેવામાં આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ, ક્રેડિટની ઉપલબ્ધતાં, અને તણાવગ્રસ્ત વિભાગોને સહાય આપતાં પેકેજ જારી કરવામાં આવ્યા છે. તદુપરાંત વર્તમાન સ્થિતિમાં સુધારો થયો છે.

એપ્રિલ-20થી માર્ચ-21 માટે ફુગાવાને એડજસ્ટ કરતાં જીડીપી અંદાજ 10.5 ટકા ઘટવાનો અંદાજ રજૂ કર્યો છે. અગાઉ 11.5 ટકા ઘટવાનો અંદાજ આપ્યો હતો. આગામી નાણાકીય વર્ષે જીડીપી ગ્રોથ 10.8 ટકા વધવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. જે અગાઉ 10.6 ટકા હતો. મૂડીઝે મધ્યમગાળા માટે જીડીપી ગ્રોથ રેટ 6 ટકા રહેવાની શક્યતા દર્શાવી છે.

2020-21માં ગ્રોથ -6.4% રહેશે - બાર્કલેજ
દેશની અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતાં ઝડપી સુધારાને પગલે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા બાર્કલેજે જીડીપી ગ્રોથ રેટ અંદાજમાં સુધારો કર્યો છે. આગામી નાણા વર્ષમાં જીડીપી ગ્રોથ 8.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જે અગાઉ 7 ટકા હતો. ભારતમાં અમેરિકા બાદ વિશ્વમાં સૌથી વધુ 90 લાખ કોરોના કેસો નોંધાયા છે.

પરંતુ સપ્ટેમ્બરમાં ઘટાડો નોંધાયો હતો. આગામી સમયમાં કોરોનાની રસી માર્કેટમાં આવવાની સંભાવના અને વસ્તીમાં એન્ટી બોડી વધવાની આશા સાથે ટકાઉ જીડીપી ગ્રોથ નોંધાવાની શક્યતા વધી છે. ભારતમાં લોકડાઉનમાંથી રાહત મળ્યા બાદ વેપારો શરૂ થયા છે.

સરકારી દેવુ વધી જીડીપીના 89.3 ટકા રહેવાનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી દેવુ વધી જીડીપીના 89.3 ટકા રહેવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષમાં સરકારી દેવુ ઘટી જીડીપીના 87.5 ટકા રહેશે. જે 2018-19માં 72.2 ટકા હતો. દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારતમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ નબળો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો