દેશમાં વાર્ષિક સ્તરે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી માત્ર 30 ટકા કચરાને જ રિસાયકલ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વાર્ષિક 9.7%ના CAGRથી વધીને નાણાકીય વર્ષ 2016-17ના 14 મિલિયન ટનથી વધીને 2019-20 દરમિયાન 20 મિલિયન ટન છે.
મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશને પોતાના ‘પ્લાસ્ટિક્સ, પોટેન્શિયલ એન્ડ પોઝિબિલિટિસ’ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશમાં આ જ સમયગાળા દરમિયાન પ્લાસ્ટિક કચરાનો વપરાશ બમણો થયો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને પ્રેરિક્સ ગ્લોબલ એલાયન્સ સાથે સંયુક્તપણે તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં ઉત્પન્ન થતા કુલ પ્લાસ્ટિક વેસ્ટમાં માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુનો જ 38% હિસ્સો છે.
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પ્લાસ્ટિકનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે જેને કારણે કચરો પણ સતત વધી રહ્યો છે. ભારત વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા કરે છે, જેમાંથી માત્ર 30% જ રિસાયકલ પ્રક્રિયા હેઠળ રિસાયકલ થાય છે. જ્યારે બાકીનો પ્લાસ્ટિક કચરો ખુલ્લા મેદાનમાં ઠલવાય છે. કચરાથી લઇને તેના નિકાલ સુધીની સમગ્ર વેલ્યૂ ચેઇનને રહેલા પડકારો અને તેને દૂર કરવા માટે કેટલાક સૂચનોનો આવ્યા છે.
‘પે એઝ યુ થ્રો’ સિસ્ટમ લાગુ કરાય તે આવશ્યક
દેશમાં કચરાને ખુલ્લા મેદાન કે રસ્તામાં ફેંકવાને બદલે રિસાયકલ કરાય તે માટે પ્રોત્સાહિત કરવા માટે લેન્ડફિલ ટેક્સ લાગૂ કરાય તે જરૂરી છે. તદુપરાંત નાગરિકો માટે ‘પે એઝ યૂ થ્રો’ સિસ્ટમ લાગૂ કરાય તે આવકારદાયક છે. આ સિસ્ટમ હેઠળ નાગરિકોએ કીલોદીઠ કચરા પર અલગ અલગ રેટ્સની ચૂકવણી કરવાની રહેશે. તદુપરાંત પ્લાસ્ટિક બેગ્સના ઉત્પાદનથી લઇને આયાત તેમજ નિકાલ સુધી સમગ્ર સાયકલને નિયમન હેઠળ લવાય તેમજ બાયોપ્લાસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી માટે કોર્પોરેટ ટેક્સમાં મુક્તિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને ઇન્સ્ટોલેશન કોસ્ટમાં ઘટાડા જેવા સૂચનો કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.