તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • One More Step Against The Chinese Company, Government's Ban On The Import Of Color TV

પ્રતિબંધ:ચીની કંપની સામે વધુ એક પગલું, કલર ટીવીની આયાત પર સરકારનો પ્રતિબંધ

નવી દિલ્હી2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • ભારતમાં અંદાજે 917 અબજ રૂપિયાનું ટીવી માર્કેટ છે

કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે રંગીન ટીવીની આયાતનીતિમાં ફેરફાર કરાયો છે. તેની આયાત પ્રતિબંધિત કરાઈ છે. કોઈપણ વસ્તુની આયાતને પ્રતિબંધિતની શ્રેણીમાં મૂકવાનો અર્થએ છે કે જે તે વસ્તુ માટે આયાતકારે તેની આયાત માટે ડીજીએફટી પાસેથી લાઈસન્સ લેવું પડશે. ચીન ભારતમાં ટીવી સેટની મોટાપાયે નિકાસ કરે છે. ચીનની કંપનીઓને આ આદેશથી આંચકો લાગી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો