ભાસ્કર એનાલિસિસ:મ્યુચ્યુઅલ ફંડના 100 રૂપિયાના રિટર્ન પર રોકાણકારોને માત્ર 60 રૂપિયા જ ફાયદો..!

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુચ્યુઅલ ફંડના 100 રૂપિયાના રિટર્ન પર રોકાણકારોને માત્ર 60 રૂપિયા જ ફાયદો..!

રોકાણકારો માટે છેલ્લા કેટલાક સમયથી મ્યૂચ્યુઅલ ફંડ્સ ઉત્તમ રોકાણ માધ્યમ સાબીત થઇ રહ્યું છે. પરંતુ આ સેગમેન્ટમાં રોકાણ કર્યા બાદ ક્યારે એક્ઝિટ લેવી તે જો ધ્યાનમાં ન રાખો તો ધારણા મુજબનું રિટર્ન મળી શકશે નહીં. MFને રોકાણ દ્વારા મોટી કમાણીનું અસરકારક માધ્યમ માનવામાં આવે છે.

પરંતુ ઘણીવાર એવું બનતું નથી કારણ કે રોકાણકારોમાં ધીરજનો અભાવ હોય છે. મોટાભાગના રોકાણકારો છેલ્લા બે દાયકામાં મ્યુચ્યુઅલ ફંડની ફેક્ટ શીટમાં દર્શાવેલ રિટર્નના માત્ર 60% જ મેળવી શકયા છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 20 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પર અભ્યાસ કર્યો છે તેના અહેવાલ મુજબ ઇક્વિટી ફંડ્સે આ સમયગાળા દરમિયાન સક્રિય ફંડ્સમાં 19.1% રિટર્ન આપ્યું હતું પરંતુ રોકાણકારોને માત્ર 13.8% રિટર્ન મળ્યું હતું.

હાઈબ્રિડ ફંડની ફેક્ટ શીટ પણ 12.5% ​​રિટર્ન બતાવી રહી છે પરંતુ રોકાણકારોને માત્ર 7.4% જ મળ્યું છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકનારા રોકાણકારોને પણ 10.1% રિટર્ન મળ્યું છે. જ્યારે વાસ્તવિક પત્રક દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં SIPનું સરેરાશ રિટર્ન 15.2% રહ્યું છે. નાના અને વ્યક્તિગત રોકાણકારોમાં SIP વધુ લોકપ્રિય છે.

ઓછા વાસ્તવિક રિટર્નનાં મુખ્ય ચાર કારણો

  • જ્યારે બજાર નીચે જાય છે ત્યારે કેટલાક રોકાણકારો SIP બંધ કરે છે, જ્યારે ઓછા પૈસામાં વધુ યુનિટ લેવાની આ તક છે.
  • મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે શેરબજાર ઘટે છે ત્યારે રોકાણકાર મૂડીની સુરક્ષા માટે રોકાણને સમય પહેલાં રિડીમ કરે છે.
  • અભ્યાસમાં એવા કિસ્સાઓ પણ હતા કે જ્યારે બજાર ઉછળ્યું ત્યારે રોકાણકારોએ નફો મેળવવા માટે રોકાણકારોએ નફો બુક કરી લીધો હોય.
  • મ્યુચ્યુઅલ ફંડ એ લાંબા ગાળાનું રોકાણ છે ઓછામાં ઓછા ત્રણ વર્ષનું બજાર ચક્ર પૂર્ણ થયા પછી જ રોકાણને રિડીમ કરવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...