• Home
  • Business
  • Ola will now lay off 1400 employees after Uber, the company’s revenue has dropped 95% in the last 2 months

લોકડાઉનમાં નુકસાન / ઉબર પછી હવે ઓલા 1400 કર્મચારીઓને છૂટા કરશે, છેલ્લા 2 મહિનામાં કંપનીની આવકમાં 95% ઘટાડો થયો

કંપનીએ કહ્યું કે, વર્તમાન કટોકટીની અસર આપણા પર લાંબા સમય સુધી રહેશે
X

  • કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે કર્મચારીઓને એક ઇમેઇલ દ્વારા માહિતી આપી
  • ઓલાએ દેશના લગભગ 160 શહેરોમાં પોતાની સેવા ફરી શરૂ કરી છે

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 09:00 PM IST

એપ્લિકેશન આધારિત કેબ સર્વિસ કંપની ઓલા આશરે 1400 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આ કુલ કર્મચારીઓનો આશરે 25 ટકા જેટલો ભાગ છે. કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે કર્મચારીઓને તેમને મોકલેલા એક ઇમેઇલ દ્વારા માહિતી આપી. આપને જણાવી દઈએ કે ઓલા અને ઉબેરે 25 માર્ચે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કર્યા પછી સેવાઓ મુલતવી રાખી હતી. હવે, લોકડાઉનમાં આંશિક છૂટછાટ બાદ ઓલાએ દેશના લગભગ 160 શહેરોમાં પોતાની સેવા ફરી શરૂ કરી છે.

છેલ્લા બે મહિનામાં કંપનીની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે
સીએનબીસીના અહેવાલ મુજબ કર્મચારીઓને મોકલેલા એક ઇમેઇલમાં ભાવિશ અગ્રવાલે કહ્યું - ધંધાનું ભવિષ્ય ખૂબ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે. વર્તમાન કટોકટીની અસર આપણા પર લાંબા સમય સુધી રહેશે. કોરોનાવાયરસની અસર ખાસ કરીને આપણા ઉદ્યોગ માટે ખરાબ રહી છે. છેલ્લા બે મહિનામાં કંપનીની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે. સૌથી મોટી વાત એ છે કે આ કટોકટીથી આપણા લાખો ડ્રાઈવરો અને તેમના પરિવારોની આજીવિકાને અસર થઈ છે.

અગ્રવાલે કહ્યું કે કંપનીએ 1400 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.

ઉબેરે તેના 3700 કર્મચારીઓને છૂટા કર્યા છે
ઓલા પહેલા ઉબેરે તાજેતરમાં જ કોરોના દુર્ઘટનાનો સામનો કરવા માટે લગભગ ચાર હજાર કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. કંપનીએ અત્યાર સુધીમાં સ્ટાફમાં 25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત કંપનીએ વૈશ્વિક સ્તરે 45 ઓફિસો બંધ કરી દીધી છે. તેમાં સાન ફ્રાન્સિસ્કોની પિયર 70 ઓફિસનો પણ સમાવેશ છે. સોમવારે કંપનીએ 3000 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. મેની શરૂઆતમાં, ઉબેરે 3700 કર્મચારીઓને છૂટા કર્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી