દેશમાં ઓફિસ સ્પેસની માગ પ્રથમ ત્રિમાસિકમાં 25 ટકા વધી છે. માર્ચ ત્રિમાસિકમાં 10.8 મિલિયન ચોરસફૂટ ઓફિસના વેચાણો નોંધાયા હતા. જેમાં બેંગ્લુરૂમાં સૌથી વધુ 3.5 મિલિયન ચોરસફૂટનું ઓફિસ માર્કેટ રહ્યું હતું. દિલ્હી-એનસીઆરીમાં 2.3 મિલિયન ચોરસફૂટ ટ્રાન્જેક્શન સાથે ઓફિસ વેચાણમાં બીજા ક્રમે રહ્યું છે. જો કે, નવા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા મામલે નવી દિલ્હી 11.9 મિલિયન ચોરસફૂટ સાથે પ્રથમ ક્રમે, બેંગ્લુરૂ 2.5 મિલિયન ચોરસફૂટ સાથે બીજા ક્રમે રહ્યું છે.
ઓફિસ લીઝિંગ માર્કેટમાં મૂલ્યની દ્રષ્ટિએ બેંગ્લુરૂમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. કોવિડની ત્રીજી લહેર દૂર થવા સાથે રિયલ એસ્ટેટમાં માગ ઝડપી બની છે. ઓફિસ લિઝિંગનું પ્રમાણ 10.8 મિલિયન ચોરસ ફૂટ સાથે ગતવર્ષની તુલનાએ 25 ટકા વધ્યું છે.
અમદાવાદ, પણ નીચા પાયે પણ, Q1 2022માં કુલ લીઝિંગમાં નોંધપાત્ર 165% વાર્ષિક સ્તરનો વધારો નોંધ્યો હતો. 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 900,000 ચોરસ ફૂટ (ચો. ફૂટ) ભાડાપટ્ટે આપવામાં આવી હતી તે સાથે લીઝિંગ પ્રવૃત્તિઓમાં 24%નો ઘટાડો નોંધાવનાર મુંબઈ એકમાત્ર બજાર હતું.
અમદાવાદમાં ઘરનાં વેચાણો ત્રિમાસિક ધોરણે 18% વધ્યાં
જાન્યુઆરી-માર્ચ સમયગાળા દરમિયાન અમદાવાદમાં રહેણાંકના વેચાણમાં 18%નો વધારો થયો છે.ઓનલાઇન રિયલ એસ્ટેટ કંપની PropTiger.com દ્વારા અહેવાલમાં દર્શાવાયું છે. રીઅલ ઇનસાઇટ રેસિડેન્શિયલ – જાન્યુઆરી-માર્ચ 2022 શીર્ષક હેઠળના અહેવાલ મુજબ અમદાવાદમાં ત્રિમાસિક કુલ 5,549 એકમોનું વેચાણ થયું હતું. અમદાવાદમાં નવા સપ્લાયમાં 44%નો ઘટાડો જોવા મળ્યો હતો. કુલ 5,055 યુનિટ લોન્ચ કરવામાં આવ્યા હતા.
વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટ દૂર થતા ઓફિસ માગ વધી
કોવિડ-19 મહામારીની સ્થિતિમાંથી બહાર આવવા સાથે પનીઓ હવે ધીમે ધીમે ઓફિસમાંથી કામ પર પાછી ફરી રહી છે. અમદાવાદમાં ઑફિસ સ્પેસ સેગમેન્ટમાં ઝડપી ડિમાન્ડ ખુલી છે. તરલ શાહ, એમડી-શિવાલિક પ્રોજેક્ટ્સ
રોજગારી વધતાં ઓફિસ માર્કેટ વોલ્યૂમ વધશે
ઓફિસ સેગમેન્ટમાં પ્રિ-કોવિડ સ્તરથી રિકવરી ટૂંકસમયમાં નોંધાશે. છેલ્લા આઠ ત્રિમાસિકમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો માગમાં વધારો કરશે. ઓફિસ માર્કેટ વોલ્યૂમ વધવાની સંભાવના છે. -શિશિર બૈજલ, ચેરમેન-એમડી, નાઈટ ફ્રેન્ક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.