ડેટા એનાલિસિસ:2007માં આવેલા 100 આઈપીઓમાંથી 77માં રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઈપીઓમાં જારી આંધળી દોટ વચ્ચે ચોંકાવનારો ડેટા
  • 2008ની શરૂમાં RIL પાવરમાં રોકાણકારોને મૂડી ખોવાનો વારો આવ્યો હતો

વર્તમાન તેજીના દોરમાં રોકાણકારો આઈપીઓમાં રોકાણ કરવા માટે આંધળી દોટ મૂકી રહ્યા છે. એવામાં ચોંકાવનારા ડેટા અનુસાર, 2007માં લિસ્ટેડ કુલ 100 આઈપીઓમાંથી માત્ર 23 ટકા આઈપીઓ જ પોઝિટિવ રિટર્ન આપવામાં સફળ રહ્યા છે. જ્યારે 77 ટકામાં રિટર્ન નેગેટિવ રહ્યું છે. પ્રાઈમડેટાબેઝના રિપોર્ટ અનુસાર, માર્કેટમાં આઈપીઓનું ઘોડાપૂર શરૂ થઈ ચૂક્યું છે. 2021ના પ્રથમ આઠ માસમાં અત્યાર સુધી કુલ રૂ. 40 હજાર કરોડના 27 આઈપીઓ માર્કેટમાં આવી ચૂક્યા છે. તદુપરાંત અનેક કંપનીઓના આઈપીઓ પાઈપલાઈનમાં છે. આ માહોલમાં રોકાણકારો, ખાસ કરીને રિટેલ રોકાણકારોનું આકર્ષણ ચરમ સીમાએ પહોંચ્યું છે. પરિણામે, આઈપીઓનું રેકોર્ડ સબસ્ક્રીપ્શન જોવા મળ્યુ છે. ડબલ ડિજિટ નહીં પરંતુ ટ્રિપલ ડિજિટમાં ભરણાં ભરાયા છે. માર્કેટમાં આઈપીઓ અંગેનો ઉત્સાહ 2007 જેવો દેખાઈ રહ્યો છે.

જ્યારે સૌથી વધુ આઈપીઓ યોજાયા હતા. ઈતિહાસ સાક્ષી છે કે, માર્કેટમાં જ્યારે પણ ઉત્સાહનો અતિરેક થયો છે, ત્યારે સાવચેતી રાખવી જરૂરી બની છે. કારણકે, 2007માં લિસ્ટેડ 30 ટકા કંપનીઓ કાં તો ડિલિસ્ટ થઈ છે અથવા તો હાલ એક્સચેન્જ પર સસ્પેન્ડ થઈ છે. 100માંથી 17 સ્ટોક હવે એક્સચેન્જના એએસએમ અંતર્ગત રોકાણકારો આ સિક્યુરિટીઝમાં ટ્રાન્જેક્શન દરમિયાન વધુ સર્તક રહેવાની સલાહ આપે છે.

આઈડિયા, ડીએલએફમાં રોકાણકારોની મૂડી ધોવાઈ
આઈડિયા સેલ્યુલર-ડીએલએફનો આઈપીઓ 2007માં લિસ્ટેડ થયો હતો. જેમાં સમયની સાથે રોકાણકારોની મૂડી ધોવાઈ છે. 2007માં લિસ્ટેડ આશરે 10 ટેક્સટાઈલ કંપનીઓમાં પણ આ સ્થિતિ રહી છે. પેજ ઈન્ડસ્ટ્રીને બાદ કરતાં મોટાભાગના આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસ કરતાં નીચા રહ્યા છે. 2008ની શરૂઆતમાં લિસ્ટેડ કંપની રિલાયન્સ પાવરમાં પણ રોકાણકારોને મૂડી સાથે ગોફણ ખાવાનો વારો આવ્યો હતો.

ટોપ ગેનર્સમાં પેજ ઈન્ડસ્ટ્રી ટોચે, 100 ગણું રિટર્ન
2007માં આઈપીઓની યાદીમાંથી સીએનએક્સ-500 ઈન્ડેક્સના રિટર્નને પણ માત આપતી 11 કંપનોમાં પેજ ઈન્ડસ્ટ્રી ટોપ પર્ફોર્મર રહી છે. આઈપીઓ દરમિયાન તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 360 હતી. જે 100 ગણી વધી 32,760 થઈ છે. ત્યારબાદ માઈન્ડ ટ્રી અને કાવેરી સીડ્સમાં પણ 20 ગણાં અને 20 ગણાંથી વધુ રિટર્ન છૂટી રહ્યુ છે.

IPOમાં રોકાણ કરતાં પહેલાં ફંડામેન્ટલ્સ અવશ્ય ચકાસો
કંપનીઓ પોતાનો આઈપીઓ યોગ્ય સમયે યોજે છે. પરંતુ તેનો આઈપીઓ રોકાણકારો માટે અનુકૂળ છે કે નહીં તે મહત્વનું છે. આઈપીઓ માટે અરજી કરતાં પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ અવશ્ય ચકાસવવા જોઈએ.

માર્કેટમાં વોલેટિલિટી વધતાં આઈપીઓમાં સાવચેતીનું વલણ
સેકેન્ડરી માર્કેટમાં વોલેટિલિટીનું પ્રમાણ વધતાં આઈપીઓમાં હાલ રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યુ છે. 9 તારીખે શરૂ થયેલા કારટ્રેડ અને નુવોકોના આઈપીઓમાં બીજા દિવસે પણ માહોલ સુસ્ત રહ્યો હતો. કારટ્રેડ અત્યારસુધીમાં કુલ 0.99 ગણો, નુવોકો 0.29 ગણો ભરાયો છે. જ્યારે ગઈકાલે શરૂ થયેલો એપ્ટસ 0.24 ગણો અને કેમપ્લાસ્ટ 0.16 ગણો ભરાયો છે.

અન્ય સમાચારો પણ છે...