તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજ્જુ કંપનીઓનું ગંજાવર પ્રદર્શન:2076: ગુજરાતની ટોચની કંપનીઓના શેર્સમાં 100થી 1000 ટકા સુધીનો ઉછાળો નોંધાયો

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્સેક્સમાં 11.23 ટકા સામે ગુજરાતની કંપનીના શેર્સમાં સરેરાશ 74 ટકા વૃદ્ધિ
  • ગુજરાતની 44 કંપનીઓમાંથી 67 ટકા કંપનીઓમાં સરેરાશ 74 ટકા રિટર્ન
  • અદાણી ગ્રીન એનર્જી 1010 ટકા ઉછાળા સાથે ટોચના સ્થાને રહી હતી
  • અરવિંદ ફેશન્સ 72 ટકા, સદભાવ એન્જિ. 65 ટકા અને એસ્ટ્રોન 53 ટકા તૂટ્યો

મોટાભાગના ગુજરાતી રોકાણકારો માટે શેરબજાર એ સાઇડ ઇન્કમ જ નહિં, ફુલટાઇમ જોબ પણ ગણાય છે. તેમાંય ગુજરાતની કંપનીઓના શેર્સ ડિવિડન્ડ, રાઇટ્સ, બોનસ સહિતની લહાણીઓ ઉપરાંત પ્રાઇસ રાઇઝના સ્વરૂપમાં પણ સારો સરપાવ આપવામાં શિરમોર રહી છે. વિક્રમ સંવત 2076 દરમિયાન પણ ગુજરાતી કંપનીઓના શેર્સમાં સરેરાશ 74 ટકા રિટર્ન જોવા મળ્યું છે. બીએસઈના આંકડાઓ અનુસાર, સંવત 2075ની દિવાળી (25 ઓક્ટો.)માં સેન્સેક્સ 39058 પર બંધ રહ્યો હતો. જે સંવત 2076ની દિવાળી (13 નવે.) સુધીમાં 43,443ના બંધ રહેવા સાથે 11.23 ટકા (4385 પોઈન્ટ) વધ્યો છે.

જ્યારે ગુજરાતની ટોચની 44 કંપનીઓમાંથી 67 ટકા કંપનીઓમાં સરેરાશ 74 ટકા રિટર્ન મળ્યું છે. 11કંપનીઓના શેરમાં 50થી 82 ટકા, જ્યારે 7માં 20-48 ટકા સુધી ઉછળો જોવા મળ્યો છે. 5 કંપનીઓમાં10થી 20 ટકા રિટર્ન છૂટ્યુ હતું. બીજી બાજુ 14 કંપનીઓએ રોકાણકારોને નિરાશ કર્યા હતાં. જેમાં 9 કંપનીઓના શેર 20થી 65 ટકા અને 5માં 10થી20 ટકા ઘટ્યા છે. અરવિંદ ફેશન્સમાં સૌથી વધુ 72 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સદભાવ એન્જિનિયરિંગ 65% અને એસ્ટ્રોન પેપર 53 ટકા તૂટ્યો હતો.

અદાણી પાવર, અદાણી પોર્ટમાં નેગેટિવ રિટર્ન
અદાણી ગ્રુપની લિસ્ટેડ છ કંપનીઓમાંથી ચારમાં પોઝિટીવ સેન્ટિમેન્ટ જોવા મળ્યુ હતું. અદાણી ગ્રીન એનર્જી 1010 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝમાં 104 ટકા ઉછાળા સાથે ટોપ પર્ફોર્મર રહી હતી. જ્યારે અદાણીપાવર અને અદાણી પોર્ટમાં અનુક્રમે 44 ટકા અને 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો