તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીન્યુએબલ એનર્જી:NTPC કચ્છના ખાવડામાં ભારતનો સૌથી મોટો 4750 મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કંપનીનું 2032 સુધીમાં 60 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી ક્ષમતા મેળવવાનું લક્ષ્ય

ગુજરાતમાં કચ્છના રણમાં દેશનો સૌથી મોટો રિન્યુએબલ પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે. ભારતની સૌથી મોટી એનર્જી કંપની NTPCની 100% પેટાકંપની NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડને ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે 4750 મેગાવોટનો સોલાર પાર્ક બનાવવા માટે ન્યુ એન્ડ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ની મંજૂરી મળી ગઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ભારતનો સૌથી મોટો સોલર પાર્ક હશે.

આ પાર્કમાંથી ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે
NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડને સોલર પાર્ક યોજનાના મોડ 8 (અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક) હેઠળ 12 જુલાઈ 2021ના રોજ MNREએ કચ્છમાં સોલાર પાર્ક બનાવવા માટે મંજૂરી આપી હતી. કંપનીની આ પાર્કમાંથી વ્યવસાયિક ધોરણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની યોજના છે.

2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય

તેના ગ્રીન એનર્જી પોર્ટફોલિયોના વૃદ્ધિના ભાગ રૂપે, ભારતની સૌથી મોટી ઉર્જા સંકલિત કંપની NTPC લિમિટેડ 2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં, કંપની પાસે નિર્માણાધીન 70 પાવર પ્રોજેક્ટ્સમાં વધારાની 18 ગીગાવોટની ક્ષમતા સાથે 66 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા છે.

આંધ્રપ્રદેશ, તેલંગાણામાં 125 મેગાવોટના પ્રોજેક્ટ
તાજેતરમાં, NTPCએ આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર ભારતના સૌથી મોટા 10 મેગાવોટના ફ્લોટિંગ સોલારની પણ શરૂઆત કરી છે. વધારાના 15 મેગાવોટ ઓગસ્ટ 2021 સુધીમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત, તેલંગાણાના રામગુંદમ થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર 100 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલીકરણના અંતિમ તબક્કામાં છે.

અન્ય સમાચારો પણ છે...