કાર્યવાહી / NSEએ લિસ્ટિંગના નિયમોનું પાલન ન કરવા બદલ 250 કંપનીઓને પેનલ્ટી ફટકારી

Divyabhaskar.com

May 16, 2019, 03:22 PM IST
NSE has imposed penalties on 250 companies, these firms have not followed the listing rules

 • તમામ પર કુલ 8.84 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાડવામાં આવી છે
 • 31 કંપનીઓ પર 4.5-4.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે(એનએસઈ) લિસ્ટિંગના નિયમોનું પાલન ન કરવા પર 250 કંપનીઓ પર પેનલ્ટી લગાવી છે. તેમાં આઈએલએન્ડએફએસ ગ્રુપની 2 કંપનીઓ અને જેટ એરવઝે પણ સામેલ છે. એનએસઈએ બુધવારે આ માહિતી આપી છે.

1000 રૂપિયાથી 4.5 લાખ રૂપિયા સુધીનો દંડ

કંપનીઓ પર માર્ચ ત્રિમાસિકમાં નિયમ પુરા ન કરવા પર 1,000 રૂપિયાથી 4.5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. પેનલ્ટીની કુલ રકમ 8.84 કરોડ રૂપિયા છે. સેબીના સરક્યુલર મુજબ કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓએ સમયે-સમયે સ્ટોક એક્સચેન્જને માહિતી આપવાની હોય છે.

31 કંપનીઓ પર 4.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, ભારત ઈલેકટ્રોનિક્સ, હિંદુસ્તાન કોપર, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, ઓઈલ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પણ સામેલ છે. આ કંપનીઓએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સંયોજન સાથે જોડાયેલા નિયમનું ઉલ્લંઘન કર્યું.

X
NSE has imposed penalties on 250 companies, these firms have not followed the listing rules
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી