તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:અદાણી ગ્રૂપમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કરાયા હોવાના અહેવાલનો અદાણીનો રદિયો

અમદાવાદએક મહિનો પહેલા
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનો ફાઇલ ફોટો.
  • આ અહેવાલ ખોટો છે અને રોકાણકારોને ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારો છે: અદાણી ગ્રૂપ
  • સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો હતો

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) આલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે તેવો એક અહેવાલ ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ અંગે ખુલાસો કરતાં અદાણી ગ્રુપે સ્ટોક એક્સચેંજને જણાવ્યુ હતું કે, આ અહેવાલ સંપૂર્ણ રીતે ખોટો છે અને રોકાણકારોને ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારો છે.

રોકાણકારોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન ગયું: અદાણી ગ્રૂપ
અદાણી ગ્રુપે એક્સચેન્જ પર ખુલાસો કરતાં જણાવ્યુ છે કે, આ એક ઈરાદાપૂર્વક જૂઠાણું ફેલાવતો અહેવાલ છે અને આના કારણે રોકાણકારોને ભરપાઈ ન થઈ શકે તેવું મોટું નુકસાન ગયું છે. આ સાથે જ ગ્રૂપની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. અદાણી ગ્રુપે જણાવ્યુ કે, આ અહેવાલના કારણે ખાસ કરીને નાના રોકાંકરોના હિતને ભારે નુકસાન ગયું છે.

અદાણી ગ્રૂપનો દાવો કે કોઈ એકાઉન્ટ સ્થગિત નથી કરાયા
ગ્રુપે જણાવ્યુ હતું કે, આ અહેવાલથી પડેલી અસર અને ભવિષ્યમાં પદનારી તેની અસરને ધ્યાનમાં રાખી અમે રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને વિનંતી કરી અને આ ત્રણ ફંડના ડિમેટ એકાઉન્ટની વર્તમાન સ્થિતિ અને સ્પષ્ટતા કરવા કહ્યું હતું અને તેના જવાબમાં આજે 14 જૂને તેઓએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપના શેરમાં રોકાણ કરનાર આ ફંડ્સના ડિમેટ સ્થગિત કરવામાં આવ્યા નથી.

શું આવ્યા હતા સમાચાર?
ઇકોનોમિક ટાઈમ્સમાં આજે સોમવારે સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના એકાઉન્ટ સ્થગિત કર્યા છે. NSDLએ આલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. ડિપોઝિટરીની વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ 31 મે અથવા તે પહેલાં સ્થગિત કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ અધૂરી જાણકારી બદલ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા
વિદેશી રોકાણકારોને સંભાળનારા કસ્ટોડિયન બેંકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ફાયદાકારક માલિકી અંગેની માહિતીના 'અપૂરતા ખુલાસા'ને કારણે આ ત્રણ વિદેશી ભંડોળ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતાં પહેલા આ તમામ પાસે ખુલાસા માગવામાં આવ્યા હતા પણ તેઓ તરફથી કોઈ જવાબ ન મળવાથી એકાઉન્ટ સ્થગિત કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ કરવાનો મતલબ છે કે હવે આ ત્રણ ફંડ્સ શેરનું ખરીદ વેચાણ કરી શકશે નહીં.

ત્રણ ફંડ્સનું અદાણી ગ્રૂપમાં 4-8% જેવુ રોકાણ
મીડિયા અહેવાલ મુજબ ગૌતમ અદાણીના ગ્રૂપમાં આ ત્રણ ફંડ્સનું મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. સંયુક્ત રીતે અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82%, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03%, અદાણી ટોટલ ગેસમાં 5.92% અને અદાણી ગ્રીનમા 3.58% રોકાણ કરવામાં આવ્યું છે.

બનાવટી રોકાણકારોએ હોવાની શંકા
શેરના ઘટાડા પાછળનું કારણ એ હતું કે આ જૂથ કંપનીઓમાં 3 વિદેશી રોકાણકારોનું રોકાણ છે. આ રોકાણકારો સેબી દ્વારા પકડાયા છે. માનવામાં આવે છે કે આ બનાવટી રોકાણકારો છે. આ ત્રણેય ફંડ્સનું સરનામું એક જ છે અને તેમની પાસે વેબસાઇટ નથી. આ રીતે, સેબીએ આ ત્રણ વિદેશી રોકાણકારોના રોકાણો સ્થગિત કર્યા છે અને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...