તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Now Mortgaging Gold Will Get 15% More Money, Banks Will Be Able To Approve Loans Up To 90% On Gold

RBIની ભેટ:હવે સોનાને ગિરવી રાખવા પર 15% વધુ પૈસા મળશે, બેંકો ગોલ્ડ પર 90% સુધી લોન મંજૂર કરી શકશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • આર્થિક સંકટને પહોચી વળવા માટે ઘણા લોકો ગોલ્ડ લોન લઇ રહ્યા છે

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોનાને ગિરવી મુકીને લોન લેવા માંગતા લોકોને મોટી ભેટ આપી છે. હવેથી કોમર્શિયલ બેંકો સોનાના ઘરેણા ઉપર તેના મૂલ્યના 90% સુધીની લોન આપી શકશે. વર્તમાન નિયમો અનુસાર બેંકો ગોલ્ડ જ્વેલરી ઉપર તેની કિમતના 75% સુધી ધિરાણ આપી શકે છે. RBIએ આજે આ મર્યાદામાં 15%નો વધારો કર્યો છે. જોકે, આ રિઝર્વ બેન્કનો આ નિર્ણય નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ (NBFC)ને લાગુ પડશે નહી.

આ યોજના માર્ચ 2021 સુધી લાગુ રહેશે
કેન્દ્રીય બેંકે મોનિટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ જારી કરેલી વિકાસ અને નિયમનકારી નીતિ અંગેના નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-19ના આર્થિક પ્રભાવને સામાન્ય ઘરના લોકો, નવા ઉદ્યોગકારો અને નાના ઉદ્યોગપતિઓ પર ઘટાડવાના ઉદ્દેશ્યથી સોનાના ઘરેણાના બદલામાં આપવામાં આવતી બિન-કૃષિ લોનની મર્યાદા 75%થી વધારીને 90% કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે. RBI દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ, 01 એપ્રિલ, 2021થી, સોનાના ઘરેણા પર નવી લોનની મર્યાદા ફરીથી તેના મૂલ્યના 75% જેટલી હશે.

સામાન્ય લોકોને આનો લાભ થશે
કોવિડ-19ના કારણે આવી પડેલા આર્થિક સંકટને પહોચી વળવા માટે ઘણા લોકો ગોલ્ડ લોન લઇ રહ્યા છે. અત્યાર સુધી રૂ. 1 લાખના સોના ઉપર રૂ. 75 હજારની લોન મળતી હતી પરંતુ નવા નિયમ લાગુ થતા હવે રૂ. 90 સુધીની લોન મળશે. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી હવેથી વધુ લોન લેવા માટે ઓછુ ગોલ્ડ ગિરવી મુકાવું પડશે.

ગોલ્ડ લોન દેનારી 10 મુખ્ય બેંકો/NBFC

બેંક/NBFCવ્યાજદર
મુથૂટ ફાઇનાન્સ12-26%
IIFL9.24-24%
HDFC બેંક11-16%
ICICI બેંક11-19.76%
કેનેરા બેંક9.85-9.95%
એક્ઝિસ બેંક14%
મન્નાપૂરમ12-29%
ફેડરલ બેંક9.50%
બેંક ઓફ બરોડાMCLR આધારિત
SBI9.15%

બેન્કિંગ સેક્ટરના શેર્સમાં તેજી આવી
RBIએ ગોલ્ડ લોનની મર્યાદા વધારતા બેન્કિંગ શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો. આ જાહેરાત બાદ BSE બેન્કેકસમાં 500 પોઈન્ટનો વધારો થયો હતો. જોકે, આ સુધારો લાંબો સમય ટક્યો ન હતો અને બજાર પૂરું થયું ત્યાં સુધીમાં તે થોડો નીચો આવી ગયો હતો.

BSEના બેન્કિંગ સેક્ટરની હાલત

બેંકવધારો
સિટી યુનિયન બેંક2.58%

ICICI

2.13%
HDFC1.98%
કોટક મહિન્દ્રા1.72%
ઇન્ડસઇન્ડ0.85%
SBI0.76%
ફેડરલ બેંક0.38%
RBL0.31%
એક્ઝિસ બેંક0.01%
અન્ય સમાચારો પણ છે...