ભવિષ્યમાં અબજોપતિઓ ચુંબકના બિઝનેસ દ્વારા બનશે. કેમકે છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે અનેક ઉદ્યોગોમાં ચુંબકની માગ ઝડપી વધી રહી છે. તાજેતરના વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોથી લઈને વિન્ડ ટર્બાઈન, મોબાઈલ ફોન અને મિસાઈલ સુધીની દરેક વસ્તુમાં ચુંબકનો ઉપયોગ વધ્યો છે. એકવાર ચુંબકીય શક્તિ ધરાવતી કુદરતી ધાતુ મળી આવી. પરંતુ હવે તેને હાઈટેક રીતે બનાવવામાં આવે છે સાથે-સાથે ભવિષ્યમાં તેની માંગ વધવાની છે. આ બિઝનેસ જે ઝડપી વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં અનેક નવા અબજોપતિઓ બનાવશે.
ઔદ્યોગિક ક્રાંતિ પહેલા કાયમી ચુંબકીય શક્તિવાળા પથ્થરને ખાણમાંથી કાઢવામાં આવતા હતા. 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે કેટલીક ધાતુઓ વાયરમાંથી વીજળી પસાર કરીને ચુંબકીય ગુણધર્મો મેળવે છે. આ વિદ્યુતચુંબકને કારણે ઔદ્યોગિકીકરણ ઝડપી બન્યું. જ્યાં સુધી તેમાંથી વીજળીનો પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી ચાલે છે. આ પછી કાયમી ચુંબક બનાવવાના પ્રયાસો ઝડપી બન્યા હતા. 1970 અને 1980 ના દાયકામાં, દુર્લભ ખનિજોમાંથી બનેલા નિયોડીમિયમ ચુંબકે ઇલેક્ટ્રોમેગ્નેટનું સ્થાન લીધું. હવે આ કાયમી ચુંબક શસ્ત્રો, મોબાઇલ ફોન, ડિજિટલ કેમેરા, હાર્ડ ડ્રાઇવ અને ઇલેક્ટ્રિક કારથી માંડીને ઇલેક્ટ્રોનિક્સમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.તેમ છતાં ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે યુ.એસ.માં નવા શક્તિશાળી કાયમી ચુંબક બનાવવાના પ્રયાસો વેગવાન બન્યા છે.
વિશ્વભરમાં વધતી જતી માંગને પહોંચી વળવા દુર્લભ ખનિજોને બદલે ચુંબક બનાવવાની નવી પદ્ધતિઓ શોધાઈ રહી છે. સૈદ્ધાંતિક રીતે કેટલાક ઉકેલો પણ શોધાયા છે. ચુંબકની વધતી જતી માંગને કારણે આ ક્ષેત્રમાં રોકાણ અને નફાની ઘણી સંભાવનાઓ છે. હવે મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ દ્વારા ભવિષ્યના અબજોપતિઓ પણ તૈયાર થઈ શકે છે.
લાંબી પ્રક્રિયાથી બિઝનેસ ચીનમાં આઉટસોર્સ થયો દુર્લભ પૃથ્વીમાંથી બનેલા ચુંબકની એક સમસ્યા એ હતી કે દુર્લભ પૃથ્વીનું ખાણકામ અને પ્રક્રિયા કરવી એ ખર્ચાળ અને બોજારૂપ વ્યવસાય હતો. અમેરિકન ઉદ્યોગપતિઓને તેને ચીનને આઉટસોર્સ કરવાનું સરળ લાગ્યું. દુર્લભ ખનિજોના વિશ્વના સૌથી મોટા ભંડારો છે. ચીનમાં ઘણા વર્ષોથી દુર્લભ ખનિજોનો ઉપયોગ કરીને શક્તિશાળી કાયમી ચુંબક બનાવવામાં આવે છે. પરંતુ ચીન અને અમેરિકા વચ્ચે વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવને કારણે અમેરિકામાં મેગ્નેટ સપ્લાયનું સંકટ આવી શકે છે. આ બાબતોને ધ્યાનમાં લેતા અમેરિકન ઉદ્યોગપતિઓએ સમયસર આ સમસ્યાનો ઉકેલ શોધવાનું શરૂ કર્યું છે.
અમેરિકા આ સેક્ટરમાં આગળ આવશે, અનેક સેક્ટરમાં માગ
ચીનની મોનોપોલિને દૂર કરવા અને ચીન સાથેના જિયો પોલિટિકલ ઇશ્યુના કારણે અમેરિકા આ સેગમેન્ટમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે અનેક કંપનીઓ તેમજ ઉદ્યોગકારો ચૂંબકિય ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઈન, મોબાઈલ ફોન અને મિસાઈલ સુધીની દરેક વસ્તુમાં ચુંબકનો ઉપયોગ વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.