GST કાઉન્સિલની 44મી બેઠક ખતમ થઈ ગઈ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી. નાણાં મંત્રીએ કહ્યું કે બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ પર ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલી દવાઓ અને એમ્બ્યુલન્સ સહિત અન્ય ઉપકરણો પર પણ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેઠકમાં કોવિડની વેક્સિન પર 5% GSTને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GSTના રેટમાં આ ઘટાડો સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
એમ્બ્યુલન્સ પર હવે 12% GST
GST કાઉન્સિલની બેઠકમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં આવનારી એમ્બ્યુલન્સ પર ટેક્સ રેટમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કાઉન્સિલે એમ્બ્યુલન્સ પર GSTના રેટ ઘટાડીને 12% કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ પર 28%ના રેટથી GST વસૂલવામાં આવતો હતો. બ્લેક ફંગસની સારવામાં Tocilizumab અને એમફોથ્રેસિન-બીનો ઉપયોગ થાય છે. કાઉન્સિલે આ દવાઓ પર GST ન લેવાનો નિર્ણય કર્યો છે.
આ વસ્તુઓ પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો
મંત્રી સમુહની ભલામણને મંજુરી
GST કાઉન્સિલે 28 મેનાં રોજ થયેલી બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓ અને સામાન પર ટેક્સના રેટ પર વિચાર કરવા માટે 8 મંત્રીઓના એક જૂથે નિર્ણય કર્યો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે મંત્રી સમુહની ભલામણને મંજૂરી આપતા ટેક્સમાં ઘટાડવાનો નિર્ણય કરાયો છે.
RT-PCR મશીન પર ટેક્સમાં કોઈ જ ઘટાડો નહીં
GST કાઉન્સિલની બેઠકમાં કોવિડ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ પર ટેક્સમાં કોઈ જ ઘટાડો કરાયો નથી. RT-PCR મશીન, RNA મશીન અને જીનોમ સીક્વેન્સિંગ મશીન પર ટેક્સના રેટમાં કોઈ જ ઘટાડો કરાયો નથી. આ વસ્તુઓ પર 18%ના દરે જ ટેક્સ લાગશે. આ ઉપરાંત જીનોમ સીક્વેન્સિંગ કિટ્સ પર લાગતી 12% ટેક્સને પણ યથાવત રાખવામાં આવ્યા છે. કોવિડ ટેસ્ટિંગ કિટ બનાવવામાં ઉપયોગમાં લેનારા કાચા માલ પર પણ ટેક્સના રેટમાં કોઈ જ ઘટાડો કરાયો નથી.
વેક્સિન પર GSTથી સામાન્ય લોકોને કોઈ જ અસર નહીં થાય
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર 75% વેક્સિન ખરીદી રહ્યાં છે અને તેના પર GST પણ આપે છે. લોકોને સરકારી હોસ્પિટલમાં આ 75% વેક્સિન ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એવામાં વેક્સિન પર GSTની સામાન્ય લોકો પર કોઈ જ અસર નહિ થાય. તો કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોવિડ વેક્સિન ફ્રીમાં આપવાની સગવડ કરી છે. દવાઓ પર GSTને 12%થી ઘટાડીને 5% સુધી કરી દેવાઈ છે. કોવિડથી લડાઈમાં રિલીફ મટિરિયલ પર પણ GST 5% કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.