• Gujarati News
  • Business
  • No Significant Growth In Economic Activity Against Growth In GST Collection, Consumption 2% Higher Than Pre covid

ભાસ્કર એનાલિસિસ:GST કલેક્શનમાં વૃદ્ધિ સામે આર્થિક ગતિવિધિઓમાં કોઈ ખાસ ગ્રોથ નહીં, વપરાશ પ્રિ-કોવિડથી 2% વધુ

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. જે અગાઉના મહત્તમ કલેક્શન કરતાં 25 હજાર કરોડ વધુ છે. સામાન્ય રીતે જીએસટી જેવા ઈનડાયરેક્ટ ટેક્સને વપરાશ સાથે સીધો સંબંધ તરીકે જોવામાં આવે છે, પરંતુ આ વખતે એવું નથી. જીએસટીની આ તેજીમાં વપરાશમાં વધારાનો ફાળો ઓછો છે, પરંતુ ઈન્ફોર્સમેન્ટ (અમલીકરણ), કમ્પ્લાયન્સ (નવા નિયમોનુ પાલન), અને મોંઘવારીનો ફાળો વધુ છે.

એમ્બિટ રિસર્ચ અનુસાર, જીએસટી કલેક્શનથી એવો ભ્રમ ન થવો જોઈએ કે દેશમાં વપરાશ પણ વધી રહ્યો છે. વપરાશ હજુ પણ પ્રી-કોવિડ સ્તર કરતાં માત્ર 2 ટકા વધ્યો છે. રેકોર્ડ જીએસટી કલેક્શનનું કારણ ડબલ ડિજિટમાં જથ્થાબંધ ફુગાવો, કરચોરી રોકવા માટેના સરકારી પગલાં, આયાતમાં વધારો અને મોંઘા માલના વેચાણમાં વધારો છે સામાન્ય વપરાશમાં ઘટાડો થયો છે.

સરકારનો ખરીદી જાળવવા પ્રયાસ
ધરપકડનો ડર બતાવીને લાંબો સમય સુધી કલેક્શન કરી શકાય નહિં. સરકારે હવે આવા કલેક્શન જાળવી રાખવા માટે હેન્ડ હોલ્ડિંગ કરવું જોઈએ. કમ્પ્લાયન્સને સરળ બનાવવા જોઈએ, જેથી વેપાર કરવો સરળ બને. જો સરકાર આમ કરે છે તો ટૂંક સમયમાં જીએસટી કલેક્શન બે લાખ કરોડને પણ પાર કરી શકે છે.> સીએ બિમલ જૈન, જીએસટી એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...