તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદી:અક્ષય તૃતીયાને મિનિ લોકડાઉનના કમુરતા, સોનીઓએ બજારો બંધ હોવાથી રૂ. 250 કરોડથી વધુનો વેપાર ગુમાવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકડાઉનમાં બંધ રાજકોટની સોની બજાર. - Divya Bhaskar
લોકડાઉનમાં બંધ રાજકોટની સોની બજાર.
  • અક્ષય તૃતીયા પર ગુજરાતમાં આશરે 500 કિલો સોનું વેચાય છે
  • કોરોનને કાબૂ કરવા સરકારના નિયંત્રણોથી દુકાનો બંધ
  • ઓનલાઈન જ્વેલરીમાં પણ નામ માત્રના બૂકિંગ થયા

અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ સોનાની ખરીદી માટે શુભ મુહૂર્ત ગણાય છે અને આજના દિવસે શુકન માટે લોકો સોનું અને ચાંદી ખરીદતા હોય છે. જોકે આ વર્ષે પરિસ્થિતિ જુદી છે. કોરોનાને કાબુમાં કરવા લાગેલા મિનિ લોકડાઉનના કારણે રાજ્યભરમાં સોની બજારો બંધ છે. આના લીધે અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત સોનીઓ માટે કમુરતામાં ફેરવાઇ ગઈ છે.

સોનીઓએ 500 કિલોનો વેપાર ગુમાવ્યો

જ્વેલરીની દુકાનમાં આવી ભીડ હવે ભૂતકાળ બની ગઈ છે (ફાઇલ ફોટો).
જ્વેલરીની દુકાનમાં આવી ભીડ હવે ભૂતકાળ બની ગઈ છે (ફાઇલ ફોટો).

અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના વાઈસ-પ્રેસિડેન્ટ જિગર સોનીએ જણાવ્યું હતું કે, અખાત્રીજના દિવસે ગુજરાતમાં અંદાજે 500 કિલો જ્વેલરી વેચાય છે. કોરોનાને કારણે જે નિયંત્રણો લાગેલા છે તેના કારણે સોની ગુજરાતની સોની બજારો બંધ છે. વર્તમાન ભાવ પ્રમાણે ગણીએ તો સોની બજારે આશરે રૂ. 250 કરોડથી વધારેનો બિઝનેસ ગુમાવ્યો છે.

ઓનલાઈન અને ટેલિફોન પર માત્ર 4-5% બૂકિંગ
જિગર સોનીએ જણાવ્યું કે, ઘણા સોની વેપારીઓએ પોતાના કાયમી ગ્રાહકોને આજના દિવસ માટે સોનું બૂક કરાવવા ફોન પર કર્યો હતો પણ બહુ જ ઓછા લોકોએ આ રીતે સોનાની ખરીદી કરી હતી. આવો જ માહોલ ઓનલાઈનમાં પણ રહ્યો છે. આ રીતે બધુ મળીને 4-5% બૂકિંગ થયા હોવાનું અનુમાન છે.

કોરોનાએ શુકનને અપશુકનમાં ફેરવ્યું​​​​​​​​​​​​​​

કોરોનાકાળમાં સોની વેપારીઓ ગ્રાહકોની રાહ જોતાં બેઠા છે પણ કોઈ આવતું નથી.
કોરોનાકાળમાં સોની વેપારીઓ ગ્રાહકોની રાહ જોતાં બેઠા છે પણ કોઈ આવતું નથી.

​​​​​​​ચાંદખેડા વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સના ઓનર સંજય ઠક્કરે જણાવ્યું કે, કોરોનાએ અક્ષય તૃતીયાનો શુકનિયાળ તહેવારને અમારા માટે અપશુકનમાં ફેરવી નાખ્યો છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ હતી અને આ વર્ષે પણ કોવિડના લીધે દુકાન બંધ રાખવી પડે છે. માત્ર અક્ષય તૃતીયા જ નહીં પણ લગ્નની ખરીદી પણ ધીમી પડી ગઈ છે. દુકાન ખુલ્લી હતી ત્યારે પણ બિકના કારણે બહુ ઓછા ગ્રાહકો આવતા હતા.

સરકાર પાસે થોડો સમય દુકાનો ખોલવા મંજૂરી માંગી હતી
થોડા સમય પૂર્વે અમદાવાદ માણેકચોકના વેપારી સંગઠન શ્રી ચોક્સી મહાજને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો અને જ્વેલરીની દુકાનોને સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે મંજૂરી માગી હતી. ચોક્સી મહાજનના પ્રમુખ ચીનુભાઈ ચોક્સીએ જણાવ્યું કે, કોરોનાએ ધંધા તો ઠપ્પ કરી જ દીધા છે સાથે જ બેન્ક, ટેક્સ, જીએસટીને લગતી કામગીરી પણ બંધ થઈ ગઈ છે. અમે બેન્કિંગ અને ટેક્સને લગતી કામગીરી કરી શકીએ તે માટે આંશિક સમય માટે દુકાનો ખોલવા મંજૂરી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...