નો બેડ લોન:MSMEની બેડ લોનમાં વૃદ્ધિની કોઈ શક્યતા નથી: આરબીઆઈ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ની બીજી લહેરના કારણે એમએસએમઈમાં વધતી બેડ લોનના પ્રમાણ અંગેનો ભય આરબીઆઈએ દૂર કર્યો છે. સરકારે ઈમજરન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ જેવા પગલાં મારફત એમએસએમઈને મહામારીમાંથી ઉગારવા નાણાકીય સહાય કરી છે. જેના લીધે 2019-20માં 6.8 લાખ કરોડની લોન ફાળવણી વધી 2020-21માં 9.5 લાખ કરોડ થઈ છે. જ્યારે એસેટ ક્વોલિટીમાં નબળાઈનું પ્રમાણ ડિસેમ્બર, 2020માં 12 ટકાથી વધી 12.6 ટકા થયું છે.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર મુકેશ જૈને જણાવ્યુ હતુ કે, હાલ કોઈ ક્રાઈસિસ નથી. એસએમઈ લોનધારકોમાં લોન રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયામાં વધારો તેમજ એનપીએ બની હોવા છતાં બેડ લોનની સ્થિતિ ગંભીર નથી.

આરબીઆઈ રેગ્યુલેટેડ કંપનીઓનું આરબીઆઈ સતત નિરિક્ષણ કરી રહી છે. મોટી એનબીએફસીની એસેટ ક્વોલિટી પણ ચકાસી રહી છે. જેથી પરિસ્થિતિને અકુંશમાં લઈ શકાય. એમએસએમઈનું એનપીએ લેવલ માર્ચ ત્રિમાસિકમાં વધી 12.6 ટકા નોંધાયુ છે. કોવિડની પ્રથમ લહેર બાદ આરબીઆઈએ તમામ બેન્કોને અને એનબીએફસીને તણાવગ્રસ્ત લોન ઓળખી કાઢવા નિર્દેશ કર્યો હતો.

1.65 લાખ કરોડની લોન ECLGSની ગેરંટી
એમએસએમઈના કેન્દ્રીય મંદી નારાયણ રાણેના જણાવ્યા અનુસાર, સરકારે 2 જુલાઈ સુધી ઈસીએલજીએસ અંતર્ગત કુલ 1.09 કરોડ એમએસએમઈ લોનધારકોને રૂ. 1.65 લાખ કરોડની લોન ફાળવવા ગેરેંટી આપી છે. માન્ય એમએસએમઈના છઠ્ઠા ભાગના લોનધારકોને લોન ફાળવવામાં આવશે. દેશમાં કુલ 6.3 કરોડ MSME રજિસ્ટર્ડ છે. મેથી જુલાઈ દરમિયાન એમએસએમઈના રૂ. 55,863.30 કરોડની બાકીનો નિકાલ લાવવામાં આવ્યો હતો.

એમએસએમઈ સેગમેન્ટમાં લોન માગ વધી
એમએસએમઈ સેગમેન્ટમાં લોન માગ વધી છે. ગત નાણાકીય વર્ષમાં ઈસીએલજી અંતર્ગત રૂ. 9.5 લાખ કરોડની લોન એમએસએમઈને ફાળવવામાં આવી છે. 2019-20માં રૂ. 6.8 લાખ કરોડ લોન ફાળવાઈ હતી. કોમર્શિયલ સેગમેન્ટમાં માર્ચ, 2021 સુધી રૂ. 74.36 લાખ કરોડની લોન ફાળવી હતી. જ્યારે એમએસએમઈ સેગમેન્ટમાં 20.21 લાખ કરોડની લોન વિત્તરણ કરવામાં આવી હતી. એપ્રિલ, 2020માં કોવિડના લીધે એમએસએમઈને લોન ફાળવણીની પ્રક્રિયા 90 ટકા ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...